ડીસાની કોલેજમાં વિધાર્થીઓએ સોશિયલ ડીસ્ટન્સના ધજાગરા ઉડાડ્યા

- Advertisement -
Share

એસાઇમેન્ટ જમા કરાવવા વિદ્યાર્થીઓના ટોળેટોળા ઉમટ્યા

 

 

ડીસા સહીત સમગ્ર પંથકમાં હાહાકાર મચાવનાર કોરોનાની મહામારીના લીધે અનેક લોકોના મોત નિપજ્યા છે અને હવે કોરોનાનો કહેર ઓછો થઇ રહ્યો છે તો બીજી તરફ સોમવારે ડીસાની ડી.એન.પી. આર્ટ્‌સ એન્ડ કોમર્સ કોલેજમાં એસાઇમેન્ટ જમા કરાવવા વિધાર્થીઓના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. જેથી કોલેજના સંચાલકોની બેદરકારીના લીધે સોશિયલ ડીસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા.

 

 

 

ડીસાની ડી. એન. પી. આર્ટ્‌સ એન્ડ કોમર્સ કોલેજમાં સોમવારે વિધાર્થીઓ એસાઇમેન્ટ જમા કરાવવા માટે આવ્યા હતા. વિધાર્થીઓની લાંબી લાઇનોના લીધે કોરોનાના નિયમોના ધજાગરા ઉડ્યા હતા. જા કે, કોલેજના સંચાલકોને ખબર હોવા છતાં પણ આચાર્ય અને સંચાલકો દ્વારા એસાઇમેન્ટ જમા કરાવવા આવેલા વિધાર્થીઓ કોરોનાના નિયમોનું પાલન કર્યું ન હતું. જેના લીધે વિધાર્થીઓના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. સરેઆમ સોશિયલ ડીસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા.

 

From – BanaskanthaUpdate


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!