ડીસામાં નવા ધારાસભ્ય રીલેક્સ મૂડમાં યુવાનો સાથે ક્રિકેટ રમ્યા

- Advertisement -
Share

શારીરિક ફીટનેસ માટે દરરોજ સાયકલિંગ પણ નિયમિત કરે છે

 

વિધાનસભાની ચૂંટણીમાં છેલ્લા એક માસથી સતત દોડધામ કરી રહેલા ડીસા ભાજપના ઉમેદવાર અને ડીસાના નવા ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા પ્રવિણભાઇ માળી ચૂંટણી પૂર્ણ થતાં સ્પોર્ટસ ક્લબમાં યુવાનો સાથે મેચ રમી રીલેક્સ થતાં જોવા મળ્યા હતા.

ડીસા ભાજપના ઉમેદવાર પ્રવિણભાઇ માળી પોતાની ટીકીટ મળતાં છેલ્લા એક માસથી ચૂંટણી પ્રચારમાં સતત દોડધામ કરી રહ્યા હતા.
ચૂંટણી દરમિયાન વહેલી સવારથી લઇ મોડી રાત સુધી ચૂંટણી જીતવાની મહેનત કરતાં હોઇ તેવો પોતાનો નિયમિત વ્યાયામ કરી શકતા ન હતા.

 

ત્યારે ગઇકાલે મત ગણતરી પૂર્ણ થતાં અને તેઓની જંગી બહુમતીથી જીત થતાં ચૂંટણીનો થાક ઉતારવાની જગ્યાએ બીજા દિવસથી જ તેઓએ મેદાનમાં આવી કસરતથી પ્રક્રીયા ચાલુ કરી દીધી હતી.

 

જેમાં શુક્રવારે સવારે તેઓ ડીસા સ્પોર્ટસ ક્લબમાં યુવાનો સાથે ક્રિકેટ રમતા જોવા મળ્યા હતા. ડીસાના નવા બનેલા ધારાસભ્ય પ્રવિણભાઇ માળી હેલ્થ કોન્સિયન્સ છે અને પોતે શારીરિક ફીટનેસ માટે દરરોજ સાયકલિંગ પણ નિયમિત કરે છે.
જોકે, ચૂંટણીની વ્યસ્તતાના કારણે તેઓ થોડો સમય મેદાનથી દૂર રહ્યા હતા. જોકે, ચૂંટણી જીત્યા બાદ બીજા જ દિવસથી તેઓ મેદાનમાં આવી ગયા હતા.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!