પાલનપુરના મડાણા-ગઢની શાળામાં બીમાર ગુરુ શાળાએ ન આવી શકતાં ભૂલકાંઓ ઘરે પહોંચ્યા : ભૂલકાંઓને બીમાર ગુરુએ આશિર્વાદ આપ્યા

- Advertisement -
Share

ગુરુનો પગ લપસી જતાં ફ્રેકચર થયા હતા

 

આજના ટેક્નોલોજી અને ફાસ્ટ યુગમાં ગુરુ વંદનાના ઉદાહરણો ભાગ્યે જ જોવા મળતાં હોય છે. પરંતુ કેટલાંય એવા શિક્ષકો છે. જે તેમની કામગીરી થકી મીઠી સુવાસ ફેલાવતાં રહે છે.

 

એવા જ એક શિક્ષક એટલે પાલનપુરના મડાણા-ગઢ પ્રાથમિક શાળાના રાજેન્દ્રસિંહ રાઠોડ બનાસકાંઠામાં સોશિયલ મીડીયામાં એક વિડીયો વાયરલ થયો છે.
જેમાં એક વ્યક્તિ ખાટલામાં સૂતા છે અને નાના ભૂલકાં તેમને મળીને આંસુઓ વ્હાવે છે. આ વિડીયોની તપાસ કરતાં જે જાણવા મળ્યું તે ખૂબ જ રસપ્રદ છે.

વાઇરલ વિડીયો અંગે તપાસ કરતાં આ વિડીયો પાલનપુરના મડાણા-ગઢ ગામનો હોવાનું સામે આવ્યું હતું. જે વ્યક્તિ ખાટલામાં સૂતાં છે તે શિક્ષક છે અને આજુબાજુ આંસુ વહાવતી બાળાઓ તેમની વિદ્યાર્થીનીઓ છે.
ઘટના એવી હતી કે, મડાણા-ગઢ ગામની પ્રાથમિક શાળાના શિક્ષક રાજેન્દ્રસિંહ રાઠોડનો 15 મી ઓગસ્ટના દિવસે પગ લપસી જતાં ફ્રેકચર થયા હતા. જેથી તેઓ શાળાએ ન જતાં ગુરુને મીસ કરતાં વિદ્યાર્થીઓ શાળાએથી યુનિફોર્મમાં જ તેમના ઘરે પહોંચી ગયા હતા.

 

ગુરુને મળીને નાના ભૂલકાં પોતાની લાગણી ભર્યાં આંસુઓ રોકી શક્યા ન હતા અને રોવા માંડયા હતા. ત્યારે ગુરુએ મળવા આવેલી વિદ્યાર્થીનીઓને જલદી શાળામાં પાછા આવશે એમ કહી આશિર્વાદ આપ્યા હતા અને નાસ્તો કરાવી વિદાય આપી હતી.
આ ભાવુક દૃશ્યો જોઇને ભલભલાની આંખમાં પણ આંસુ આવી જાય. આજના જમાનામાં ગામડામાં બાળકો શાળાએ જતાં બીતાં હોય એવા દૃશ્યો પણ સામે આવતાં હોય છે. ત્યારે આ દૃશ્યો ગુરુ-શિષ્યના પ્રેમ વિશે ઘણું કહી જાય છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!