થરાદમાં શ્રાવણિયો જુગાર રમતા 8 શખ્સોને પોલીસે ઝડપ્યા : રૂ.10,3,710નો મુદ્દામાલ જપ્ત કર્યો

Share

થરાદ તાલુકાના મેધપુરા ગામમાં આવેલા સેણલ માતાજીના મંદિરમાં શનિવારે શ્રાવણિયો જુગાર રમતાં 8 શખ્સોને એલ.સી. બી. પોલીસે ખાનગી બાતમીના આધારે ઝડપી પાડ્યા. જેમાં પોલીસે રૂ.10,3,710નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગે થરાદ પોલીસે 8 શખ્સો સામે જુગારધારા એક્ટ મુજબનો ગુનો નોંધ્યો છે.

Advt

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, થરાદ તાલુકાના મેધપુરા ગામમાં આવેલા સેણલ માતાજીના મંદિરની બાજુમાં ખુલ્લી જગ્યામાં શનિવારે શ્રાવણિયો જુગાર કેટલાંક શખ્સો રમી રહ્યા હતા. તે દરમિયાન એલ.સી.બી. પોલીસને ખાનગી બાતમીના આધારે 8 શકુનિયાઓને રંગેહાથ ઝડપી પાડ્યા હતા.

[google_ad]

જેમાં પોલીસે રૂ. 10,3,710નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે ઝડપાયેલા તમામ જુગારીઓ ઠાકોર સમાજના હોવાનું આવ્યું સામે આવ્યું છે. આ અંગે થરાદ પોલીસે 8 શકુનિયાઓ સામે જુગારધારા એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

From – Banaskantha Update


Share