ડીસાના માલગઢમાં અમારા છોકરાઓને કેમ ધમકાવો છો તેમ કહી 8 શખ્સોએ યુવક પર જીવલેણ હુમલો કરતાં ચકચાર

- Advertisement -
Share

 

ડીસાના માલગઢમાં 8 જેટલાં શખ્સોએ ભેગા મળી ગામના જ એક યુવકને શાળામાં અમારા છોકરાઓને કેમ ધમકાવો છો તે બાબતની અદાવત રાખી ગેરકાયદેસર મંડળી રચી જીવલેણ હુમલો કરી ઇજાઓ પહોંચાડતાં ચકચાર મચી ગઇ હતી.

 

 

આ અંગે ઇજાગ્રસ્ત યુવકના ભાઇએ ડીસા તાલુકા પોલીસ મથકે 8 શખ્સો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

આ અંગેની વિગત એવી છે કે, ડીસા તાલુકાના માલગઢ ગામના મામાનગરમાં રહેતાં અરવિંદભાઇ મોટાજી સુંદેશા (માળી) આખોલ ચાર રસ્તા કિસાન મોલમાં જળ ધારા એગ્રી બિઝનેસ નામની દુકાન ચલાવે છે.

 

જયારે શનિવારે તેઓ અને તેમના ભાઇ સુમીરભાઇ દુકાન ઉપર હતા. જો કે, સાંજના સમયે સુમીરભાઇ ઉઘરાણી અર્થે ડીસા બજાર તરફ આવ્યા હતા અને કામ પતાવી પોતાની દુકાને ગયા હતા.

 

ત્યારે દુકાન બહાર તેમના અરવિંદભાઇ દુકાન બહાર લોહી લુહણ હાલતમાં પડયા હતા અને નજીકમાં એક્ટિવા ઉપર માલગઢનો દિલીપ ઉર્ફે માલ્યા સંગ્રામજી સુંદેશા (માળી) હાથમાં તલવાર લઇ અને અજીતજી રાજુસિંહ દરબાર હાથમાં છરો લઇ ઉભેલા હતા. જ્યારે અન્ય શખ્સોએ પણ હથિયાર સાથે ઇકો ગાડીમાં ફરાર થઇ ગયા હતા.

 

ત્યારબાદમાં ઇજાગ્રસ્ત અરવિંદભાઇને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, શનિવારે સવારે હું માલગઢ આદર્શ હાઇસ્કૂલમાં ગયો હતો.

 

જ્યાં ધો. 10 માં અભ્યાસ અર્થે આખોલ ગામના છોકરાઓ કોઇ છોકરીને હેરાન કરતાં હોઇ ગામના જ સરપંચ પતિ ભેરાજી કસ્તુરજી સુંદેશા (માળી) સાથે આદર્શ હાઇસ્કૂલમાં જઇ છોકરાઓ છોકરીઓને હેરાન નહી કરવા અને શાંતિથી રહેવા બાબતે ઠપકો આપ્યો હતો.

 

જે બાબતની અદાવત રાખી આ તમામ શખ્સો હથિયાર સાથે કિસાન મોલમાં આવેલી અરવિંદભાઇને દુકાને આવીને દુકાનમાં તોડફોડ કરી હથિયાર વડે જીવલેણ હુમલો કરી અરવિંદભાઇને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી.

 

જો કે, આ સમાચાર સાંભળ્યા બાદ સુમીરભાઇ તાત્કાલીક ઇજાગ્રસ્ત અરવિંદભાઇને સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા.

 

આ અંગે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે દિલીપ ઉર્ફે માલ્યા સંગ્રામજી સુંદેશા (માળી) (રહે. નિશાળવાળી ઢાંણી, માલગઢ, તા. ડીસા), અજીતસિંહ રાજુસિંહ દરબાર ( રહે.આખોલ નાની, તા. ડીસા), લાલાભાઇ

 

ગૌસ્વામી (રહે. આખોલ મોટી, તા. ડીસા), ગોવિંદસિંહ દરબાર (રહે.આખોલ મોટી, તા. ડીસા), અજુભા દરબાર (રહે. આખોલ નાની, તા. ડીસા) અને ઇકો ગાડીમાં આવેલ અજાણ્યા 3 શખ્સો સામે ગેરકાયદેસર મંડળી રચી હુમલો કરવા મામલે વિવિધ કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!