ડીસાના જૂના સણથ ગામની સીમમાં નદીમાં જવાના કાચા રસ્તા પર ભીલડી પોલીસે રેડ કરી જુગાર રમતાં ચાર શખ્સોને ઝડપી પાડયા હતા. જેમની પાસેથી રોકડ રકમ રૂ. 21,390 અને બે મોટર સાઇકલ જપ્ત કર્યાં હતા. આ અંગે ભીલડી પોલીસે ચાર શખ્સો સામે જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.
[google_ad]
આ અંગેની વિગત એવી છે કે, ડીસા તાલુકાના જૂના સણથ ગામની સીમમાં નદીમાં જવાના કાચા રસ્તા પર જુગાર રમતો હોવાની ભીલડી પોલીસે બાતમીના આધારે આકસ્મિક રેડ પાડતાં જૂના સણથ ગામની સીમમાં નદીમાં જવાના કાચા રસ્તા પર ગંજીપાના વડે રૂપિયાનો હાર-જીતનો જુગાર રમતાં જયંતિભાઇ ખીમાજી સોલંકી (માળી), સંજયકુમાર દિનેશભાઇ પરમાર (માળી), કલ્પેશભાઇ ઇશ્વરભાઇ સોલંકી (માળી) (તમામ રહે. વાસણા ગોળીયા, તા. ડીસા) અને વિક્રમજી સોરાબજી ઠાકોર (મૂળ રહે. મૂડવાડા, તા. સિધ્ધપુર, હાલ રહે. વાસણા ગોળીયા, તા. ડીસા) વાળાઓને રંગેહાથ ઝડપી પાડયા હતા.
[google_ad]

જેમની પાસેથી રોકડ રકમ રૂ. 21,390 અને બે મોટર સાઇકલ નં. GJ-01-FJ-3823 અને GJ-08-AB-6910 અંદાજીત કિંમત રૂ. 40,000 ની જપ્ત કરી તેમની સામે જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ભીલડી પોલીસની તવાઇને લઇ જુગારીયા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.
[google_ad]
From – Banaskantha update