ડીસામાં એન.એસ.યુ.આઇ.ના સ્થાપના દિવસની ઉજવણી કરાઇ

- Advertisement -
Share

 

ડીસામાં એન.એસ.યુ.આઇ. ના સ્થાપના દિવસ નિમિત્તે શનિવારે એન.એસ.યુ.આઇ. ના કાર્યકરો દ્વારા ખીચડી-કઢી અને મીઠાઇ તેમજ કાળઝાળ ગરમીમાં પક્ષીઓને પાણી પીવા માટે કુંડાનું વિતરણ કરાયું હતું.

 

 

તા. 09/04/1971 ના દિવસે એન.એસ.યુ.આઇ. ની સ્થાપના થઇ હતી. જ્યારે એન.એસ.યુ.આઇ.ના સ્થાપના દિવસ નિમિત્તે એન.એસ.યુ.આઇ.ના કાર્યકરો દ્વારા ડીસામાં એન.એસ.યુ.આઇ.ના સ્થાપના દિવસની ઉજવણી કરાઇ હતી.

 

 

શનિવારે સ્થાપના દિવસ નિમિત્તે એન.એસ.યુ.આઇ.ના કાર્યકરો દ્વારા ડીસાના સાંઇબાબા મંદિરમાં ખીચડી-કઢી અને મીઠાઇના પ્રસાદનું આયોજન કરાયું હતું.

 

 

જેમાં મોટી સંખ્યામાં લોકોએ ખીચડી-કઢી અને મીઠાઇના પ્રસાદનો લ્હાવો લીધો હતો. ત્યારબાદ એન.એસ.યુ.આઇ. ના કાર્યકરો દ્વારા ઉનાળાની શરૂઆત થતાં જ કાળઝાળ ગરમીમાં પક્ષીઓને પીવા માટે પાણીની તકલીફ પડી રહી છે.

 

 

જેના કારણે એન.એસ.યુ.આઇ. ના કાર્યકરોએ પક્ષીઓને ઉનાળામાં પાણી મળી રહે તે હેતુથી કુંડાનું વિતરણ કરાયું હતું. જ્યારે એન.એસ.યુ.આઇ.ના કાર્યકરો દ્વારા વૃક્ષો પર કુંડા બાંધી પક્ષીઓને પાણી મળી રહે તેવી સુંદર વ્યવસ્થા કરી હતી.

 

 

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!