વડગામમાં હિંદુ-મુસ્લિમની એકતાના દર્શન : વારંદા વીર મહારાજના મંદિરે મુસ્લિમ બિરાદરોએ રોઝા ખોલ્યા

- Advertisement -
Share

વડગામના ડાલવાણામાં વર્ષોથી ચાલી આવતી પ્રથા આજે પણ અકબંધ જોવા મળી છે. ત્યારે આજે મુસ્લિમ બિરાદરો વારંદા વીર મહારાજના મંદિરે રોઝા ખોલ્યા બાદ મુસ્લિમ બિરાદરોએ નમાજ અદા કરી અને કોમી એકતાના દર્શન કરાવ્યા હતા.

બનાસકાંઠા જિલ્લામાં અત્યારે હિન્દુઓનો પવિત્ર તહેવાર ગણાતો ચેત્ર નવરાત્રી ચાલી રહી છે તો બીજી તરફ મુસ્લિમ બિરાદરોને રોજા ચાલી રહ્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના વડગામના ડાલવાણામાં ગામે હિન્દુ અને મુસ્લિમ ભાઈ ચારાની ભાવના જોવા મળી રહી છે.

આ ગામમાં વર્ષોથી ચાલી આવતી પ્રથા આજે પણ અકબંધ જોવા મળે છે અત્યારે મુસ્લિમ બિરાદરોને રોજા ચાલી રહ્યા છે અને આજે મુસ્લિમ બિરાદરોએ હિન્દુઓના મંદિર વારંદા વીર મહારાજના મંદિરે મુસ્લિમ બિરાદરોએ રોઝા ખોલી મુસ્લિમ બિરાદરોએ નમાજ અદા કરી હતી.

મંદિરમાં જ મુસ્લિમ બિરાદરોએ આજે રોઝો ખોલી નમાજ અદા કરતાં કોમી એકતાના દર્શન થયા હતા અને આ ગામમાં વર્ષોથી ચાલી આવતી આ પ્રથા આજે પણ અકબંધ જોવા મળી છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!