પાલનપુરના કુંભાસણમાં પીવાનું પાણી ન મળતું લોકોમાં આક્રોશ ભભૂક્યો

- Advertisement -
Share

મહીલાઓએ સરપંચના ઘરે જઇને પાણી આપવાની રજૂઆત કરી

 

પાલનપુર તાલુકાના કુંભાસણ ગામમાં આવેલ ચાર રસ્તા વિસ્તારમાં અંદાજે 1500 લોકો અહીં વસવાટ કરે છે. જો કે, છેલ્લા 4 દિવસથી નળમાં ટીપુંય પાણી ન ટપકતાં પાણીના પોકાર ઉઠવા પામ્યા છે.
કુંભાસણ ગામની મહીલાઓએ રવિવારે એકત્ર થઇને હાલમાં ચાલી રહેલ ભયંકર ગરમી વચ્ચે પીવાનું પાણી ન મળતાં સરપંચ સહીત સ્થાનિક જીલ્લા પંચાયત સદસ્ય કમુબેન અંબાણીને સત્વરે પાણીની વ્યવસ્થા કરવાની ગુહાર લગાવી છે.

 

પાલનપુર તાલુકાના કુંભાસણ ગામમાં એક દિવસ અગાઉ એકત્ર થયેલ મહીલાઓ સરપંચના ઘરે જઇને પાણી આપવાની રજૂઆત કરી હતી.

 

જો કે, ગામમાં આવેલ બંને પાણીના બોર ફેલ જતાં પાણીની સમસ્યા સર્જાઇ છે. આ અંગે સરપંચ ગીતાબેન મેસરાએ જણાવ્યું હતું કે, ‘પાણીનો બોર ફેલ જતાં સમસ્યા સર્જાઇ છે.
દાંતીવાડા ડેમમાંથી આવતું પીવાના પાણીનું પૂરતું પ્રેસર ન આવવાથી સમસ્યા છે. સ્થાનિક મહીલા જીલ્લા પંચાયત સદસ્ય કમુબેન અંબાણીને રજૂઆત કરી છે. તેઓ જીલ્લા કલેક્ટરને મળીને રજૂઆત કરીને પાણીની સમસ્યા દૂર કરવાની ખાત્રી આપી છે.’

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!