ડીસાના માલગઢમાં લગ્ન મંડપની ચોરીમાં આગ ભભૂકી ઉઠતાં દોડધામ

- Advertisement -
Share

સ્થાનિક લોકો અને ડીસા નગરપાલિકાના ફાયર-ફાઇટરની ટીમે સતત પાણીનો મારો આગ પર કાબૂ મેળવ્યો : આગના પગલે સંપૂર્ણ મંડપ બળીને ખાખ થઇ જતાં મંડપ માલિકને નુકશાન

 

સમગ્ર રાજ્યમાં મંગળવારે અખાત્રીજ હોઇ વણજોયા મૂહુર્ત પ્રમાણે ઠેર-ઠેર લગ્ન યોજાઇ રહ્યા છે. સમગ્ર માહોલમાં લગ્ન ગીત અને બેન્ડની સુરાવલી વચ્ચે મંગળવારે ડીસા તાલુકાના માલગઢમાં આવેલા હનુમાન નગરમાં રહેતાં રમેશકુમાર મોતીજી ગેલોત (માળી) ના ત્યાં તેમની 4 દીકરીઓના લગ્નનો પ્રસંગ હોઇ મંડપ અને ચોરી સજાવવામાં આવી હતી.

ત્યારે મંગળવારે બપોરના સુમારે 4 દીકરીઓના ફેરા ફર્યાં બાદ અચાનક શોર્ટ-સર્કીટથી મંડપમાં આગ ભભૂકી હતી અને જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં લગ્ન મંડપ બળીને ખાખ થઇ ગયો હતો.

આ બનાવના પગલે સ્થાનિક લોકોએ ડીસા નગરપાલિકાના ફાયર-ફાઇટરને જાણ કરતાં ફાયર-ફાઇટરની ટીમ ઘટનાસ્થળે દોડી આવી સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી.

જો કે, આગ કાબુમાં આવે તે પહેલાં સમગ્ર મંડપ અને સજાવેલ ચોરી સંપૂર્ણ બળીને ખાખ થઇ જતાં મંડપ માલિકને ભારે નુકશાન થવા પામ્યું હતું.

જો કે, સદનસીબે આ બનાવના પગલે મોટી જાનહાની ટળી હતી. પરંતુ આગના બનાવના પગલે સમગ્ર પરિવારજનોમાં ભારે નારાજગી ફેલાઇ જવા પામી હતી.

 

 

From-Banaskantha update

 

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!