ડીસા: ચેક રીટર્ન કેસમાં 11 આરોપીઓને 2 વર્ષ કેદની સજા અને દંડ ફટકારવામાં આવ્યો

- Advertisement -
Share

બરોડા ગુજરાત ગ્રામીણ બેંકની ડીસા તથા નાની આખોલ શાખાના ધિરાણ બાકીદારો દ્વારા બેંક્ની વસુલાત સામે બેંક્ની ફેવરમાં ચેક જમા કરાવેલ હતા. જે ચેક “ફંડસઇનસફીસીયંટ”(પુરતી રકમ ના હોવાના) કારણે પરત ફરતા, બેંક્ના અધીકારી ગિરીશ ગજ્જર મરફત નેગોશિયેબલ ઇંસ્ટ્રુમેંટ એક્ટની કલમ 138 હેઠળ ચેક રીટર્નના કેસ ડીસાની તલુકા કોર્ટમા દાખલ કરેલ હતા.

 

જે કેસ એડીશનલ સિનિયર સિવિલ જજ અને એ.સી.જે.એમ. એમ.ડી.બ્રહમભટ્ટની કોર્ટમા ચાલી જતા 2 વર્ષની સાદી કેદ અને 60 દીવસમાં ચેક્ની રકમ ફરીયાદી બેંકમાં જમા કરવવા અને જો આરોપી દંડની રકમ જમા ના કરાવે તો વધુ એક માસની કેદની સજાનો હુકમ કર્યો હતો.

 

(1) ખીમાજી છોગાજી માળી, મુ. રાણપુર આ.વાસ, કેસ નઁ.2068/2019 રુ. 9,60,000/- (2) હકમાજી ભીખાજી સાંખલા, મુ. વાસડા, કેસ નઁ. 2069/2019, રુ. 20,30,000/- (3) અજમલજી ચમનાજી જાટ, મુ., યાવરપુરા, કેસ નઁ. 476/2019, રુ.26,00,000/-(4) નારણભાઇ મગનાજી જાટ મુ. રામપુરા, કેસ નઁ. 477/2019, રુ.26,00,000/- (5) ગોરધનજી દેવાજી જાટ મુ. રામપુરા, કેસ નઁ. 480/2019, રુ.26,00,000/-

 

(6) શાંતીભાઇ જકશીભાઇ પરમાર મુ.શેરપુરા, કેસ નઁ.481/2019, રુ.26,00,000/- (7) નીમ્બાજી ગણેશાજી જાટ (હરીયલ) મુ. લક્ષ્મીપુરા, કેસ નઁ.528/2019, રુ.26,00,000/- (8) બાબુભાઇ લાખાજી જાટ મુ.શેરપુરા, કેસ નઁ.652/2019, રુ.26,00,000/- (9) ડાહ્યાજી અમરાજી માળી, મુ. રાણપુર આ.વાસ, કેસ નઁ. 1271/2019, રુ. 27,50,000/- (10) મોડાજી રાજાજી માળી, મુ. ગેનાજી ગોળીયા, કેસ નઁ. 1264/2017 રુ. 27,50,000/- અને વધુ એક કેસ નઁ. 2908/2019 રવાજી ભારુજી ઠાકોર, મુ. મહાદેવીયાને કોર્ટ ઉઠે ત્યા સુધીની સજા ફરમાવી હતી.

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!