ડીસા કોર્ટે દુષકર્મના આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી

- Advertisement -
Share

ડીસા કોર્ટે સગીરા ઉપર દુસકર્મ આચરનાર આરોપીને 20 વર્ષ કેદની સજા અને 10 હજારનો દંડ ફટકાર્યો હતો આ ઉપરાંત તેમજ ડિસ્ટ્રીક લીગલ સર્વિસ ઓથોરિટીને પીડિતાને પાંચ લાખ વળતર પેટે ચૂકવી ચૂકવવાનો હુકમ કરી દાખલારુપ ચુકાદો આપ્યો છે.

 

આ સમગ્ર ચુકાદાની વિગત જોતા ડીસા તાલુકાના ધાડા ગામે રહેતા પરણિત એવા પ્રધાનજી ચતુરજી ઠાકોરે આ કામના ભોગ બનનાર સગીરાને ગત તારીખ 24/11/20ના રોજ દાંતીવાડાની સિમમાંથી લલચાવી ફોસલાવી અપરહણ કરી કોઠા ગામની સિમમાં નદીના કાંઠે બાવળની ઝાડીમાં લઇ જઇ તેની મરજી વિરુદ્ધ દુસકર્મ કરેલું જે બાબતની ફરિયાદ પીડતાના પિતાએ દાંતીવાડા પોલિસ મથકમાં નોંધાવેલી.

 

ત્યારબાદ સદર ગુનામાં આરોપી વિરુદ્ધ પૂરતા પુરાવાને લઈ ડીસા કોર્ટમાં કલમ 363, 366, 376(2) પોકસો એક્ટની કલમ હેઠળ ગુનાની ચાર્જશીટ દાખલ થયેલ ઉપરોક્ત કેશ બીજા એડિશનલ સેશન જજ બી.જી દવેની કોર્ટમાં ચાલી જતા તેમજ સરકારી વકીલ નીલમબેન એસ.વકીલની દલીલો ગ્રાહ્ય રાખી આરોપી પ્રધાનજી ચતુરજી ઠાકોરને પોકસો એક્ટ મુજબ કસૂરવાર ઠેરવી 20 વર્ષ કેદની સજા અને 10 હજારનો દંડ ફટકારેલ અને દંડની રકમના ભરે તો વધુ ત્રણ માસની સજાનો હુકમ કરેલ તેમજ ડિસ્ટ્રીક લીગલ સર્વિસ ઓથોરિટીને આ કામના ભોગ બનનાર પીડિતાને પાંચ લાખ વળતર પેટે ચૂકવવાનો પણ હુકમ કરેલ છે હાલની પરિસ્થિતિમાં વધતા જતા દુસકર્મના બનાવોને લઈ સ્ત્રીઓ ઉપર થતા અત્યાચારના કેસો બાબતે સમાજમાં ઉદાહરણ બેસે તેમજ ભવિષ્યમાં આવા ગુનાઓનું પુનરાવર્તનના થાય તેવો મહત્વનો ચુકાદો આપેલ છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!