દિયોદરમાં શૌચાલય કૌભાંડ મામલે 3 સખી મંડળો પાસે 5 લાખની રિકવરી ભરાવાઈ

- Advertisement -
Share

દિયોદર તાલુકાના ચીભડા ગામમાં શૌચાલય બનાવવામાં ગેરરીતિ આચરાઈ હોવાની રાજ્ય કક્ષાએ ફરિયાદ થઈ હતી જે ફરિયાદ બાદ જિલ્લા વિકાસ અધિકારીએ 13 સભ્યોની એક કમિટી રચી ગામમાં તપાસાર્થે મોકલવામાં આવી હતી અને પ્રત્યેક શૌચાલયનું ક્રોસ વેરિફિકેશન કરાયું હતું. જેમાં તપાસ ટીમને કેટલીક ક્ષતિઓ હતી.

 

જે બાદ સમગ્ર અહેવાલ જિલ્લા કક્ષાએ સુપરત કરવામાં આવ્યો હતો જેના આધારે શૌચાલયનું નિર્માણ કરનાર જયઅંબે સખીમંડળ,જય રાજેશ્વર સખીમંડળ અને સતનારાયણ સખીમંડળની વ્યાપક ગેરરીતિઓ સામે આવી હતી.

 

આથી ગ્રામ વિકાસ એજન્સીના નિયામકે રૂબરૂ સુનાવણીમાં બોલાવી ત્રણેય સખી મંડળો સામે સરકારી નાણાંનો વ્યય કરવાના મામલામાં નાણાં રિકવર કરવા આદેશ કરવામાં આવ્યો હતો. આ અંગેની વિગતો આપતા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર આઈ શેખ એ જણાવ્યું હતું કે ત્રણ એજન્સીઓ સામે રિકવરીની કાર્યવાહી કરવામા આવી છે.”

 

કોને કેટલો દંડ:-

જય અંબે સખીમંડળ 1.44 લાખ
જય રાજેશ્વર સખીમંડળ 1.8 લાખ
સતનારાયણ સખીમંડળ 1.8 લાખ

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!