હરિધામ સોખડાના મહંત પ્રેમસ્વરૂપ સ્વામીએ દેવીપૂજક સમાજ વિરુદ્ધ ટીપ્પણી કરી હોવાના આક્ષેપો સાથે દેવીપૂજક સમાજના લોકો મેદાને
બનાસકાંઠા જીલ્લાના પાલનપુરમાં સોમવારે દેવીપૂજક સમાજના લોકોમાં આક્રોશ ભભૂક્યો હતો. હરિધામ સોખડાના મહંત પ્રેમસ્વરૂપ સ્વામીએ દેવીપૂજક સમાજ વિરુદ્ધ ટીપ્પણી કરી હોવાના આક્ષેપો સાથે
દેવીપૂજક સમાજના લોકો મેદાને ઉતરી રોષે ભરાયા હતા. જયારે દેવીપૂજક સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્ર થઇ જીલ્લા કલેકટર કચેરીએ વિરોધ નોંધાવ્યો હતો.
જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપી મહંત પ્રેમસ્વરૂપ સ્વામી સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.
બનાસકાંઠા જીલ્લા સહીત સમગ્ર ગુજરાતમાં વસતા દેવીપૂજક સમાજને હરિધામ સોખડાના મહંત પ્રેમસ્વરૂપ સ્વામીએ દેવીપૂજકના સમાજના વિરુદ્ધમાં ટીપ્પણી કરી હોવાના આક્ષેપો સાથે દેવીપૂજક
સમાજના લોકો સોમવારે બનાસકાંઠા જીલ્લાના પાલનપુર જીલ્લા કલેકટર કચેરીએ મોટી સંખ્યામાં એકત્ર થઇ વિરોધ દર્શાવ્યો હતો.
જીલ્લા કલેકટર આનંદ પટેલને આવેદનપત્ર પાઠવી મહંત પ્રેમસ્વરૂપ સ્વામી સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી અને જો માંગ નહી સ્વીકારાય તો ઉગ્ર આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી હતી.
From-Banaskantha update