પાલનપુરના ગઠામણ પાટીયા પાસે બેકાબુ ટ્રકે ત્રણ રિક્ષાને અડફેટે લીધા બાદ હોટલમાં ઘુસી ગઈ

- Advertisement -
Share

પાલનપુર-અમદાવાદ હાઈવેના ગઠામણ પાટીયા પાસે એક ટ્રક બેકાબૂ બની ત્રણ છકડાને અડફેટે લીધા હતા. જે બાદ ટ્રક એક હોટલમાં ઘૂસી ગઈ હતી. ટ્રક ચાલકે સ્ટેરીંગપરથી કાબુ ગુમાવતા અકસ્માત થયો હતો. જેમાં એક વ્યક્તિને ઈજા પહોંચી હતી.

બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે આજે પાલનપુર-અમદાવાદ હાઇવે પર ગઠામણ પાટિયા પાસે અમદાવાદ તરફથી આવી રહેલા ટ્રક ચાલાકે અચાનક સ્ટેરીંગપરથી કાબુ ગુમાવતા ટ્રકે બેથી વધુ છકડાને અડફેટે લીધા હતા.

જે બાદ ટ્રક હોટલમાં ઘુસી ગઈ હતી. જેને લઈ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિને ઈજા પહોંચી હતી. જેથી તાત્કાલિક ઈજાગ્રસ્તને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ અકસ્માતને લઈ ઘટના સ્થળે લોકોના ટોળેટોળા જોવા મળ્યા હતા. આ બનાવના પગલે પાલનપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!