પાલનપુરમાં મુખ્યમંત્રીએ રૂ. 37.82 કરોડના ખર્ચે બનેલા આઇકોનિક બસ પોર્ટનું લોકાર્પણ કર્યું

- Advertisement -
Share

રૂ. 118 કરોડના ખર્ચે નિર્માણ થનારા સીસરાણા 220 કે.વી. સબ સ્ટેશનનું ઇ-ભૂમિપૂજન કર્યું

 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાલનપુરમાં 29,000 700 ચોરસ મીટર વિસ્તારમાં રૂ. 37.82 કરોડના ખર્ચે નવનિર્મિત શનિવારે આઇકોનિક બસ પોર્ટનું લોકાર્પણ અને રૂ. 118 કરોડના ખર્ચે નિર્માણ થનારા સીસરાણા 220 કે.વી. સબ સ્ટેશનનું ઇ-ભૂમિપૂજન કર્યું હતું.

રૂ. 118 કરોડના ખર્ચે બનનારૂ સીસરાણા સબ સ્ટેશન બનાસકાંઠા જીલ્લાના 24,000 ખેડૂતો સહીત કુલ 1,20,000 ગ્રાહકોને સતત વીજ પુરવઠો પૂરો પાડવામાં ઉપયોગી બનશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમંત્રી ગજેન્દ્રસિંહ પરમાર, રાજ્યમંત્રી કીર્તિસિંહ વાઘેલા, સાંસદ દિનેશભાઇ અનાવાડીયા, ભરતસિંહ ડાભી, સાંસદ પરબતભાઇ પટેલ, ધારાસભ્ય અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં આ વિકાસ કામોના લોકાર્પણ અને ઇ-ખાતમુહૂર્ત કર્યાં હતા.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એસ.ટી. દ્વારા રાજ્યમાં આવા અદ્યતન સુવિધાસભર 7 આઇકોનિક બસ પોર્ટ પી.પી.પી.ના ધોરણે નિર્માણ પામીને પેસેન્જર સેવામાં કાર્યરત છે અને 10 સેટેલાઇટ બસ પોર્ટ નિર્માણાધીન છે.

આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર લોકહીત, જનકલ્યાણ અને અંત્યોદયના કાર્યોને પ્રાધાન્ય આપે છે.

વિકાસના પાયામાં શિક્ષણ સ્વાસ્થ્ય અને સુરક્ષા એ 3 બાબત મુખ્ય છે અને તે સૌને મળી રહે તેવું આયોજન સરકારે કર્યું છે.
ગામડામાં સારા રસ્તા, સારી આરોગ્ય સેવા, પૂરતી વીજળી આપીને આપણે આ ત્રણેય ક્ષેત્રોમાં અનેક વિકાસ કામો વડાપ્રધાનના માર્ગદર્શનમાં કર્યા છે એમ પણ તેમણે જણાવ્યું હતું.

 

સામાન્ય માનવી, ગરીબ અને છેવાડાના લોકોને સુવિધા સરળતાથી મળે તેવો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો નિર્ધાર 8 વર્ષોના તેમના સુશાસનમાં પાર પાડયો છે તેમ મુખ્યમંત્રીએ દ્દઢતાપૂર્વક જણાવ્યું હતું.
મુખ્યમંત્રીએ કોરોના મહામારી દરમિયાન એસ.ટી. નિગમના કર્મચારીઓએ આપેલી સેવાઓની સરાહના કરતાં કહ્યું હતું કે, 23,000 બસ દ્વારા 6.99 લાખ મુસાફરોને લાભ આપનારા એસ.ટી.ના આ સેવકો અભિનંદનને પાત્ર છે.

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન ઘરે-ઘરે વીજળી પહોંચાડવાના રાજ્ય સરકારની સફળતાની વિસ્તૃત છણાવટ મુખ્યમંત્રીએ કરી હતી.
1960 માં ગુજરાત અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું ત્યારથી 2002 સુધીમાં 702 વીજ સબ સ્ટેશન બન્યા હતા. 2 દાયકામાં રાજ્યમાં 1549 નવા વીજ સબ-સ્ટેશન બન્યા છે. એટલે કે દર વર્ષે એવરેજ 78 વીજ સબ સ્ટેશનનું નિર્માણ થાય છે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!