દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં 2.14 કરોડનો ખર્ચ કર્યો છતાં પણ ગટરલાઇન બંધ હાલતમાં

- Advertisement -
Share

દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કેમ્પસમાં કરોડોનો ખર્ચ કરી ગટરલાઇનનું કામ હાથ ધરાયું હતું. જે ગટરલાઇનમાંથી આવતું દૂષિત પાણીને શુધ્ધ કરી યુનિવર્સિટીમાં આવેલ ફાર્મની જમીનોમાં પિયત માટે પહોંચાડવાનું આયોજન કર્યું હતું.

[google_ad]

 

પરંતુ અહીં જવાબદાર અધિકારીઓના અણઘડત વહીવટીના લીધે આ યોજના 1 વર્ષ બાદ પણ બંધ હાલતમાં પડી છે. યુનિવર્સિટીમાં 2018-19માં શરૂ કરેલ ગટરલાઈનનું કામ પૂર્ણ થઈ ગયું છે છતાં આ ગટરલાઈનનું કનેક્શન જોડાણ કરી શરૂ કરી નથી. એક વર્ષ જેટલો સમયવિતી ગયો હોવા છતાં આ ગટરલાઈન માટે ઉભું કરાયેલ પમ્પિંગસ્ટેશનની મોટરો પણ કાટ ખાઇ રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

[google_ad]

વીજળીનું કનેક્શન પણ જોડી દેવાયું છે. છતાં યુનિવર્સિટીએ કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલી યોજના જાણે મરણ પથારીએ પડી હોય તેવું લાગી રહ્યું છે. આ ગટરલાઈન ક્યાં કરાણોસર શરૂ કરાતી નથી તે જવાબદાર અધિકારીઓ પણ જણાવતા નથી.

[google_ad]

 

Advt

યુનિવર્સિટીમાં વર્ષે અલગ-અલગ જગ્યાએ કરોડો રૂપિયાના બાંધકામ કરી દેવામાં આવે છે. પરંતુ કરોડો રૂપિયાનો ખર્ચ કર્યા બાદ પણ ગટરલાઈન શરૂ કેમ કરાતી નથી જેવા સવાલો ઉભા થતાં અનેક તર્કવિતર્ક સર્જાઈ રહ્યા છે.

[google_ad]

કૃષિ યુનિવર્સિટીમાં ગટરનું પાણી એક જગ્યાએ મોટી કુંડીઓમાં ભેગું થાય છે અને ત્યાંથી એ પાણી સ્વચ્છ કરી, પાઇપલાઇન દ્વારા આજુબાજુના ફાર્મમાં ખેતી માટે પહોંચાડવાનું હતું.

[google_ad]

 

જેથી ખેતી લાયક ઉપયોગમાં લઇ શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ અહીં તો પાણીની જેમ નાણાં વપરાય છે, છતાં આ ગટરના પમ્પિંગ સ્ટેશનનું પાણી હજી સુધી યુનિવર્સિટીના ફાર્મ સુધી પહોંચ્યું નથી. અને આ યોજના હાલમાં ધૂળ ખાઈ રહી છે.

 

[google_ad]

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!