ડીસાની બનાસ નદીમાં નવા નીર આવતાંની સાથે જ વધામણા કરાયા

- Advertisement -
Share

ધારાસભ્ય સહીત આગેવાનો અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા : નવા નીર આવતાં જ લોકો ફૂલ, કંકુ, ચોખા અને શ્રીફળ અર્પણ કરી વધામણા કરી નદી બારેમાસ પાણી ચાલુ રહે તેવી પ્રાર્થના કરી

 

દાંતીવાડા જળાશયમાંથી બનાસ નદીમાં પાણી છોડવામાં આવ્યું હોવાથી ગુરૂવારે વહેલી સવારે ડીસા બનાસ નદીમાં નવા નીર આવી પહોંચતાં ડીસાના ધારાસભ્ય સહીત આગેવાનો અને નગરજનોની ઉપસ્થિતિમાં ઢોલ સાથે નવા નીરના વધામણા કરાયા હતા.

જયારે ડીસા નજીક બનાસ નદીમાં નવા નીર આવતાં જ લોકો તેના વધામણા માટે ઉમટી પડયા હતા અને ફૂલ, કંકુ, ચોખા અને શ્રીફળ અર્પણ કરી વધામણા કરી નદી બારેમાસ પાણી ચાલુ રહે તેવી પ્રાર્થના કરી હતી.
રાજસ્થાનના ઉપરવાસમાં ભારે વરસાદથી બુધવારે બપોર બાદ દાંતીવાડા જળાશયે 600 ફૂટની સપાટી વટાવી દેતાં ડીસાના ધારાસભ્ય શશીકાન્તભાઇ પંડયા, ડીસા માર્કેટયાર્ડના ચેરમેન માવજીભાઇ દેસાઇ

અને બનાસ બેંકના ચેરમેન સવસીભાઇ ચૌધરી સહીત આગેવાનોની ઉપસ્થિતિમાં ડીસાની બનાસ નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું. આથી ગુરૂવારે વહેલી સવારે પાણી ડીસા ઓવરબ્રિજથી આગળ પસાર થતાં

ડીસાના ધારાસભ્ય શશીકાન્તભાઇ પંડયા, ડીસા માર્કેટયાર્ડના ચેરમેન માવજીભાઇ દેસાઇ, બનાસકાંઠા જીલ્લા ભાજપ મહામંત્રી કૈલાશભાઇ ગેલોત, ડીસા તાલુકા ભાજપ પ્રમુખ ગલાબજી ઠાકોર, ડીસા શહેર
ભાજપ મહામંત્રી હકમાજી જોષી, રાકેશભાઇ પટેલ, ડીસા તાલુકા પંચાયત પ્રમુખ રામુજી ઠાકોર, ઠાકોર સમાજના આગેવાન અને આખોલ પૂર્વ સરપંચ ભરતજી ધુંખ, રમેશભાઇ દેસાઇ (ઝેરડા) સહીત આગેવાનો, ગ્રામજનો અને નગરજનોની ઉપસ્થિતિમાં નવા નીરના વધામણા કરાયા હતા.

જયારે ડીસા નજીક પણ બનાસ નદીમાં નવા નીર પહોંચ્યા હતા. જેને જોવા માટે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા. લોકોએ બનાસ નદીમાં નવા નીરના વધામણા કર્યાં હતા.

ફૂલ ,કંકુ ,ચોખા અને શ્રીફળ અર્પણ કરી આરતી ઉતારી લોક માતાના વધામણા કરી બારેમાસ નદી ચાલુ રહે તેવી પ્રાર્થના કરી હતી.

બનાસ નદી બનાસકાંઠા જીલ્લાની જીવાદોરી સમાન છે. બનાસ નદીમાં પાણી આવતાં હજારો ખેડૂતોને તેનો સીધો જ ફાયદો થશે. પાણીના તળ ઉંડા પહોંચ્યા હતા તે પણ ઉંચા આવશે.
જેથી ખેડૂતોને સિંચાઇમાં તેનો મોટો ફાયદો થશે એટલે ખેડૂતોમાં પણ બનાસ નદીમાં નવા નીર આવતાં ખુશીની લહેર પ્રસરી છે.

આ અંગે ડીસાના ધારાસભ્ય શશીકાન્તભાઇ પંડયાએ જણાવ્યું હતું કે, ‘ડીસા અને બનાસકાંઠાના ખેડૂતો 5 વર્ષથી બનાસ નદીની રાહ જોઇને બેઠા હતા.
જે કુદરતે અરજી સાંભળતાં બનાસ નદીમાં નવા નીર આવ્યા છે અને ડીસા પંથકમાં ખેડૂતોને બનાસ નદીથી ફાયદો થશે.’

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!