ડીસાના કુચાવાડામાં ઘાસ લેવાની ના પાડતાં પતિ-પત્નીએ પિતા-પુત્ર પર જીવલેણ હુમલો કરતાં ચકચાર

- Advertisement -
Share

પિતા-પુત્રને માર મારનાર પતિ-પત્ની સામે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ

 

ડીસા તાલુકાના કુચાવાડા ગામમાં ખેતરમાંથી ઘાસ લેવાની ના પાડતાં મહીલાએ ખેતર માલિકને માથામાં દાતરડું મારી લોહી લુહાણ કરતાં ચકચાર મચી ગઇ હતી.

જયારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત ખેતર માલિકને સારવાર અર્થે પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. આ અંગે પિતા-પુત્રને માર મારનાર પતિ-પત્ની સામે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

 

​આ અંગેની વિગત એવી છે કે, ડીસા તાલુકાના કુચાવાડા ગામમાં વિરાભાઇ રબારી ખેત મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.
તેઓ પોતાના ખેતરમાં કામ કરી રહ્યા હતા. તે દરમિયાન બાજુમાં રહેતાં જહુબેન પટેલ તેમના ખેતરમાંથી ઘાસ લઇ જઇ રહ્યા હતા.
ખેતર માલિક વિરાભાઇએ તેમના ખેતરમાંથી ઘાસ લેવાની ના પાડતાં જહુબેન પટેલ ઉશ્કેરાઇ ગયા હતા અને ખેતર માલિકના માથામાં દાતરડું મારી તેમને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી.
આ ઘટનાને પગલે ખેતર માલિકનો પુત્ર હેમાભાઇ પિતાને બચાવવા માટે દોડી આવતાં જહુબેન અને તેમના પતિ વાહતાભાઇએ તેને પણ ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ બનાવની જાણ થતાં આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત ખેતર માલિકને સારવાર અર્થે ડીસા અને ત્યારબાદ પાલનપુર ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.
હુમલો કરી પિતા-પુત્રને ઇજાઓ પહોંચાડનાર પતિ-પત્ની સામે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!