ઘણા ખેડૂતો સવારથી લાઇનમાં ઉભા રહ્યા બાદ પણ ખાતર ખૂટી જતાં અંતે વિલા મોંઢે પરત ફરી રહ્યા છે
અમીરગઢ તાલુકાના વિસ્તારોમાં યુરીયા ખાતરની તંગી વર્તતા ખેડૂતો ખાતર લેવા માટે આમ તેમ ભટકી રહ્યા છે અને ખાતર માટે આખો દિવસ લાંબી લાઇનમાં ઉભા રહે છે.
હાલમાં ઘઉં, રાયડો અને એરંડાની સીઝન ચાલી રહી છે. ત્યારે યુરીયા ખાતરની અછત સર્વત્રે વર્તાઇ રહી છે. પાકમાં પાણી આપતી વખતે જરૂરી ખાતર માટે ખેડૂતો ખાતર લેવા દૂર-દૂર સુધી ભટકી રહ્યા છે.
બનાસકાંઠામાં ઘઉંનું વાવેતર મોટા પ્રમાણમાં થઇ રહ્યું છે. જેમાં મુખ્ય ખેતી પર નિર્ભર અમીરગઢ તાલુકામાં ખેતી અને પશુપાલન પર આધારીત લોકો વસે છે. હાલમાં યુરીયા ખાતરની તંગી વર્તાઇ રહેતાં અમીરગઢમાં ખાતર માટે ખેડૂતોની લાંબી લાઇન લાગે છે.
અમીરગઢમાં ખાતર મંડળીમાં ખાતરની ગાડી આવતાં પડાપડી થાય છે અને થોડીકવારમાં ખાતર ખૂટી જાય છે. લાંબી કતારોમાં ખેડૂતોને ઉભા રહેવું પડે છે.
ઘણા ખેડૂતો સવારથી લાઇનમાં ઉભા રહ્યા બાદ પણ ખાતર ખૂટી જતાં અંતે વિલા મોંઢે પરત ફરી રહ્યા છે. જીલ્લાના મુખ્ય ખેતી ઉપર આધારીત વિસ્તારમાં પૂરતું ખાતર મળી રહે તે વિચારણા કરી તંત્રને પછાત વિસ્તારોનું ધ્યાન દોરવું જોઇએ તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.
From-Banaskantha update