ડીસા નગરપાલિકામાં જીલ્લા કારોબારીની બેઠક યોજાઇ

- Advertisement -
Share

ડીસા નગરપાલિકા સભાખંડમાં શનિવારે ભાજપ જીલ્લા કારોબારીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જીલ્લા ભાજપ સમિતિના પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ, ડીસા ધારાસભ્ય શશીકાંતભાઇ પંડયા, જીલ્લા ભાજપ મહામંત્રી દિલીપભાઈ વાઘેલા, ડાહ્યાભાઈ પીલીયાતાર, કનુભાઈ વ્યાસ, નગરપાલિકા પ્રમુખ રાજુભાઈ ઠક્કર, ઉપપ્રમુખ સવિતાબેન હરિયાણી, ડીસા શહેર ભાજપ સમિતિ પ્રમુખ પ્રતીકભાઈ પઢિયાર, મહામંત્રી રાકેશભાઈ પટેલ અને હકમાજી રાજપૂત સહીત હોદ્દેદારો અને મોટી સંખ્યામાં ડીસા નગરપાલિકાના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.

[google_ad]

 

જેમાં ભાજપ પ્રમુખ ગુમાનસિંહ વાઘેલાએ કોરોના મહામારી સમયમાં સરકારની રાહત મદદ અને જાગૃતિ અભિયાનથી કોરોના નાથવામાં મળેલ સફળતા બદલ કાર્યકરોનો પણ સરકાર વતી આભાર માન્યો હતો.

[google_ad]

 

 

આ બેઠકમાં સંભવિત કોરોનાની ત્રીજી વેવ સામે રાહત મદદ અને રક્ષણની સમજ અપાઈ હતી. આ બેઠકમાં નાગરિકો ભયમુક્ત બની સરકારની તમામ યોજનાકીય લાભો મેળવે અને સરકાર દ્વારા અપાતી આધુનિક તમામ સુવિધાઓ,યોજનાઓનો વ્યાપ્ત છેવાડાના લોકો સુધી પહોંચે તેનું યોગ્ય નિયમન અને સંકલન કરવાની પણ ભાજપ પ્રમુખે શીખ આપી હતી.

[google_ad]

From – Banaskantha Update

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!