પાલનપુરના ગઢમાં 2 શખ્સોએ શ્વાન પર લાકડી અને ધોકા વડે હુમલો કરતાં સારવાર દરમિયાન શ્વાનનું મોત

- Advertisement -
Share

જીવદયાપ્રેમીઓમાં આક્રોશ ભભૂકી ઉઠતાં ચારેકોર ફીટકાર વરસાવી : સમગ્ર ઘટના સી.સી.ટી.વી. કેમેરામાં કેદ થઇ

 

પાલનપુર તાલુકાના ગઢ ગામમાં રહેતાં ચમનભાઇ રામજીભાઇ રૂનીયા અને ખેમાભાઇ હીરાભાઇ ભાટીયાએ શેરીમાં વસવાટ કરતાં અબોલા મૂંગા શ્વાનને તા. 21/04/2022 ના રોજ રાત્રિના સાડા નવ વાગ્યાની
આજુબાજુ વગર વિચારે ક્રૂરતાપૂર્વક લાકડીઓ ફટકારી માર મારતાં એક શ્વાનનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

જે સમગ્ર ઘટનામાં ભીખાભાઇ ખેતાભાઇ ભાટીયાના ઘરે લગાવેલ સી.સી.ટી.વી. કેમેરામાં કેદ થઇ ગઇ હતી. જેના આધારે ભીખાભાઇ ખેતાભાઇ ભાટીયાએ બીજા દિવસે ગઢ પોલીસ મથકમાં જાણ કરી હતી.

ત્યારે ગઢ પોલીસે આ બનાવ અંગે ભીખાભાઇ ભાટીયાની ફરિયાદ નોંધી 2 શખ્સો સામે એનિમલ એક્ટ મુજબ આઇ.પી.સી. 429,114,11(1)એલ અને 119 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સ્થાનિક લોકો દ્વારા જાણવા મળ્યું હતું કે, ‘આવી રીતે મૂંગા પ્રાણીઓ ઉપર ક્રૂરતાપૂર્વક હુમલો કરનાર શખ્સો સામે સરકાર દ્વારા કડકમાં કડક સજા થાય તેવી માંગ કરાઇ છે.’

 

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!