‘આપણને આપણી પાર્ટી જ હરાવતી હોય છે, ભાજપના કાર્યકરો જ હરાવે છે’ – માવજીભાઈ દેસાઈ, વિડીઓ થયો વાઈરલ

- Advertisement -
Share

ડીસા માર્કેટયાર્ડના ચેરમેન અને ભાજપના આગેવાન માવજીભાઈ દેસાઈ ધાનેરા તાલુકાના થાવર ગામે યોજાયેલા કાર્યક્રમમાં જણાવ્યું હતું કે પાર્ટી જ આપણને હરાવે છે. કાર્યકર્તાઓ જ હરાવે છે. તેવું જાહેરમાં નિવેદન આપતાનો હાલ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

ડીસા માર્કેટયાર્ડના ચેરમેન માવજીભાઈ દેસાઈ અગાઉ વિધાનસભાની ચૂંટણીમાં ધાનેરા સીટ પરથી લડયા હતા જ્યાં માત્ર બે હજાર મતથી તેઓ હાર્યા હતા 10 દિવસ અગાઉ ધાનેરા તાલુકાના થાવર ગામ ખાતે નવનિયુક્ત બનેલા સરપંચ ના સન્માન સમારોહમાં માવજીભાઈ દેસાઈ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

Advt

જાહેર મંચ પરથી ભાજપના આગેવાન અને ડીસા માર્કેટ યાર્ડના ચેરમેન માવજીભાઈ દેસાઈએ જાહેર મંચ પરથી સ્વીકાર્યું હતું કે પાર્ટી જ આપણને હરાવે છે અને કાર્યકર્તાઓ પણ હરાવે છે તેવું નિવેદન જાહેર મંચ પરથી જણાવ્યું હતું તે નિવેદનનો વિડીયો હાલ સમગ્ર બનાસકાંઠા જિલ્લાના સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ભારતીય જનતા પાર્ટીના મહુડી મડળમાં ચકચાર મચી જવા પામી હતી.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!