અમીરગઢ પોલીસે ગુજરાત ચેકપોસ્ટ પરથી પોષડોડા સાથે 2 શખ્સોને ઝડપ્યા

- Advertisement -
Share

 

અમીરગઢમાં આવેલી ગુજરાત-રાજસ્થાન સરહદ અને અતિ સંવેદનશીલ ગણાતી પોલીસ ચેકપોસ્ટ પરથી શુક્રવારે ગેરકાયદેસર રીતે ગુજરાતમાં પોષડોડા લઇ જતાં 2 શખ્સોની અટકાયત કરાઇ હતી.

 

 

જેમાં અમીરગઢ પોલીસે 87 કિલો પોષડોડા સાથે કુલ રૂ. 6,52,800 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગે અમીરગઢ પોલીસે 2 શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા પોલીસ દરેક સરહદી બોર્ડર પર વધુ સક્રીય બનતાં અમીરગઢ પોલીસ ચેકપોસ્ટ પર શુક્રવારે અમીરગઢ પી.એસ.આઇ. એમ.કે. ઝાલા સ્ટાફ સાથે રૂટીન ચેકીંગ કરી રહ્યા હતા.

 

 

તે દરમિયાન રાજસ્થાન તરફથી આવતી પીકઅપ જીપડાલા ઉપર શક જતાં ફરજ પરના પોલીસ કર્મીઓ દ્વારા તેને રોકાવી તપાસ કરતા તેમાં શાકભાજીના ખાલી કેરેટ ભરેલા હતા અને તેની નીચે કાળા કલરના 5 કટ્ટા રાખેલા હતા. જેમાં તપાસ કરતાં પોષડોડા મળી આવ્યા હતા.

 

ઝડપાયેલા પોષડોડા અને તેને ગુજરાતમાં લઇ જનારા 2 શખ્સોની અટકાયત કરી પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરાઇ હતી. પોલીસ દ્વારા પોષડોડાનું તોલમાપ કરાતાં તે 87.850 કિલો હોવાનું જાણવા મળ્યું હતું.

 

જેની કિંમત કિલો દીઠ રૂ. 5,000 આંકતા રૂ. 4,39,250 સહીત કુલ રૂ. 6,52,800 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગે અમીરગઢ પોલીસે 2 શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!