ડીસામાં કોલ્ડ સ્ટોરેજની બેંકની લોન ભરપાઇ ન કરતાં સીલ કરાયું

- Advertisement -
Share

 

ડીસામાં મોટા પ્રમાણમાં બટાટાનું ઉત્પાદન થાય છે અને બટાટાનો સંગ્રહ કરવા માટે બનાસકાંઠા જીલ્લામાં 200 થી વધુ કોલ્ડ સ્ટોરેજ આવેલા છે.

 

 

છેલ્લા ૫ વર્ષથી સતત બટાટામાં ભાવ ન મળવાના કારણે બટાટાના ખેતી કરતાં ખેડૂતો અને બટાટાના સંગ્રહ કરતાં કોલ્ડ સ્ટોરેજના વેપારીઓ મુશ્કેલીમાં મૂકાયા છે અને દ્વારા બેંકમાંથી લીધેલી લોન ભરપાઇ ન થતાં બેંકો દ્વારા કોલ્ડ સ્ટોરેજ સીલ કરવામાં આવી રહ્યા છે.

 

 

 

બનાસકાંઠા જીલ્લાના વેપારી મથક ગણાતાં ડીસા શહેર તે બટાટા નગરી તરીકે વખણાય છે. ડીસામાં મોટા પ્રમાણમાં બટાટાનું વાવેતર થાય છે અને બટાટાનો સંગ્રહ કરવા માટે ડીસા સહીત સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં 200 થી વધુ કોલ્ડ સ્ટોરેજ આવેલા છે.

 

છેલ્લા 5 વર્ષથી બનાસકાંઠા જીલ્લામાં બટાટાના ભાવ ન મળવાના કારણે ખેડૂતો અને બટાટાનો સંગ્રહ કરતાં કોલ્ડ સ્ટોરેજના વેપારીઓ મુશ્કેલીમાં મૂકાયા છે.

 

કોલ્ડ સ્ટોરેજના વેપારીઓ દ્વારા બેંકમાંથી લીધેલી લોન ન ભરવાના કારણે બેંક દ્વારા અનેકવાર નોટીસ પણ ફટકારવામાં હતી પરંતુ છેલ્લા 5 વર્ષથી સતત બટાટાના ભાવ ન હોવાના કારણે કોલ્ડ સ્ટોરેજના વેપારીઓ દ્વારા બેંકની લોન ભરપાઇ ન કરી શકવાના કારણે બેંકો દ્વારા કોલ્ડ સ્ટોરેજ સીલ કરવાની કાર્યવાહી હાથ ધરાઇ છે.

 

ત્યારે શનિવારે ડીસાના ભોયણ નજીક આવેલ ગણેશ કોલ્ડ સ્ટોરેજના વેપારીઓ દ્વારા બેંકની લોન ન ભરતાં આખરે બેંક દ્વારા કોલ્ડ સ્ટોરેજ સીલ કરાયું છે.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!