મુસ્લિમ યુવતીએ હિન્દુ યુવક સાથે કર્યા લગ્ન, પિયરથી જાનના જોખમ સામે માંગ્યું પોલીસ રક્ષણ

- Advertisement -
Share

રાજ્યમાં લવ જેહાદનાં કાયદો લાગુ કર્યા બાદ વડોદરા અને વલસાડમાં મળીને કુલ બે કેસ નોંધાઇ ચૂક્યા છે. ત્યારે આણંદ જિલ્લાનાં ખંભાત ખાતે તેનાથી વિપરિત કિસ્સો સામે આવ્યો છે. અહીં 20 વર્ષની મુસ્લિમ યુવતી ફરમીનબાનુ મો. ફરુકાન સૈયદે હિન્દુ યુવક ઉત્કર્ષ પ્રદિપકુમાર પુરાણી સાથે 19મી જૂનના રોજ રાજીખુશીથી લગ્ન કર્યા છે.

જે બાદ યુવતીએ આણંદ જિલ્લા પોલીસ વડાને લેખિતમાં અરજી કરી તેણેએ તેના પરિવારજનો દ્વારા તેણીને તથા તેના પતિને જાનનું જોખમ હોય પોલીસ રક્ષણ મેળવવાની માંગ કરી છે. હાલ આ બંન્નેનો 30 સેકન્ડનો વીડિયો પણ સ્થાનિક પંથકમાં ઘણો વાયરલ થઇ રહ્યો છે.

 

 

આ અંગે મળતી માહિતી પ્રમાણે, આણંદ જિલ્લાના સંવેદનશીલ વિસ્તાર ખંભાત તાલુકાના જૂની મંડાઈ સ્થિત સૈયદવાડા ખાતે રહેતી ફરમીનબાનુ મો. ફરુકાન સૈયદે હિન્દુ યુવક ઉત્કર્ષ પ્રદિપકુમાર પુરાણી સાથે લગ્ન કરી લીધા છે. જે બાદ તેણે પોલીસ વડા તથા ખંભાત શહેર પોલીસ સ્ટેશને સ્વ અને પતિનું રક્ષણ માંગતી લેખિત અરજી કરી છે.

જેમાં જણાવાયું છે કે, તેણે ગત 19મી જૂનના રોજ ઉત્કર્ષ પ્રદિપકુમાર પુરાણી સાથે લગ્ન કર્યા હતા. 17મી જૂનના રોજ તેણે તેના પિતાનું ઘર પહેરેલે કપડે ત્યજી દીધું હતું. હાલમાં તેણીના પિતા અને અન્ય પરિવારજનોને લગ્ન મંજૂર ન હોય તેઓ તેમને છૂટ્ટા પાડવા હિંસક પ્રયાસો કરી રહ્યા છે. તેણીને તેમજ તેના પતિ ઉત્કર્ષને મારી નાંખવાની ધમકીઓ પણ આપવામાં આવે છે. તેણીએ હિન્દુ યુવક સાથે તેની મરજીથી લગ્ન કર્યા છે. હાલમાં દંપતી ગભરાયેલા હોવાથી ખંભાત છોડી, સલામત સ્થળે આશરો લીધો હોવાનું પણ અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

From – Banaskantha update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!