દાંતાના એમ.બી.બી.એસ.ના સ્ટુડન્ટે ભંગારમાંથી બનાવી અનોખી કાર : આ ઇલેક્ટ્રીક ગાડી એકવાર ચાર્જ કરવાથી 45 કિ.મી. ચાલે છે

- Advertisement -
Share

 

ગુજરાતના ખૂણેખૂણામાં ગામડામાં અનોખી પ્રતિભાઓ ધરબાયેલી પડી છે. ત્યારે મૂળ બનાસકાંઠાના દાંતા તાલુકાના હરીગઢ ગામના અને હાલ ભૂજના રાપરમાં રહેતાં એક યુવાને 2 થી 3 માસની સખત મહેનત કરીને બેટરીથી ચાલતી ગાડી તૈયાર કરી છે.

 

 

બનાસકાંઠા જીલ્લાના દાંતાના હરીગઢ વતની અને હાલ ભૂજના રાપરમાં રહેતાં તબીબ રમેશભાઇ ઓઝાના પુત્ર શ્રેય ઓઝાએ બેટરીથી ચાલતી ગાડી બનાવી છે.

 

 

શ્રેય ઓઝા જે પોતાના ભવિષ્ય માટે તો એમ.બી.બી.એસ. અભ્યાસ કરે છે. પણ પોતાના મનોરંજન માટે વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ બનાવે છે.

 

 

એમ.બી.બી.એસ.નો અભ્યાસ કરતાં શ્રેય ઓઝાએ ભંગારના વાડામાંથી જૂની વસ્તુનો ઉપયોગ કરી 5 ફૂટની ટૂ સીટર ગાડી 2 થી 3 માસમાં ભારે જહેમત બાદ તૈયાર કરી છે.

 

 

આ ગાડીમાં સ્પીડ મીટર, બ્લૂ એલ.ઇ.ડી. લાઇટ, 2 પંખા, એક મ્યુઝીક સીસ્ટમ અને 2 સ્પીકર સાથે ગાડીમાં ડાયરેક્ટ સેલ સ્ટાર્ટ ટાઇપ ઓન ઓફની સ્વીચ છે. જે ચાવી લગાવીને ઓન ઓફ કરી શકાય છે.

 

 

આ ગાડીની ખાસિયત એ પણ છે કે, આ ગાડીમાં ગીયર નથી. એને બદલે 3 મોડ રાખ્યા છે. લો, મીડીયમ અને હાઇ. લો પર ગાડી 20 થી 25 ની સ્પીડે ચાલે છે.

 

 

મીડીયમ પર 30 થી 35 ની સ્પીડથી ચાલે છે અને હાઇપર 45 ની સ્પીડથી ગાડી ચાલે છે. આ ગાડી તૈયાર કરવામાં શ્રેય ઓઝાને રૂ. 60,000 થી વધુ ખર્ચ થયો છે. આ ગાડી એકવાર ચાર્જ કર્યાં બાદ 40 થી 50 કિલોમીટર ચાલે છે.

 

 

આ અંગે શ્રેય ઓઝાએ જણાવ્યું હતું કે, ‘આ ગાડી મેં ખાલી શોખ માટે બનાવી છે. વેકેશન હતું અને ખાલી શોખ હતો કે કંઇક હું બનાવું, એટલે ગાડી બનાવી છે. પહેલાં પણ નાના-મોટા ઘણા એક્સપરીમેન્ટ કર્યાં હતા.

 

 

ગાડી મેં ટૂ સીટર બનાવી છે. ગાડીમાં હેડ લાઇટ, ફોગ લાઇટ અને સાઇડ લાઇટ નાખી છે. બ્લૂ એલ.ઇ.ડી. લાઇટ અને 2 પંખા નાખ્યા છે. આ ઉપરાંત મ્યુઝીક સીસ્ટમ નાખી છે. જેમાં 2 સ્પીકર છે.

 

 

ગાડીમાં ડાયરેક્ટ સેલ્સ્ટાટ ટાઇપ ઓન-ઓફની સ્વીચ છે. જે ચાવી લગાવીને આપણે ઓન-ઓફ કરી શકીએ. આમાં ગીયરને બદલે ટોટલ 3 મોડ છે.

 

 

લો, મીડીયમ અને હાઇ. લો પર 20 થી 25 ની સ્પીડે ચાલે, મીડીયમ પર 30 થી 35 ની સ્પીડે ચાલે અને હાઇ પર 45 ની સ્પીડે ચાલે છે.

 

 

મેં ગાડી બનાવવાનું વિચાર્યું એટલે ધીમે ધીમે વસ્તુઓ ભેગી કરવાનું ચાલુ કર્યું હતું. જે કાર બનાવવામાં વસ્તુ જોઇએ એ એની રીક્વાયરમેન્ટ પ્રમાણે બધી વસ્તુઓ ભેગી કરી હતી.

 

પછી મેનુ મેકેનિઝમ પ્રમાણે એની વસ્તુ કઇ રીતે જોઇન થશે એ બધું વિચાર્યું હતું. ધીમે ધીમે આની અંદર જેમ જેમ વસ્તુ આગળ આગળ થવા માંડી એમ મને ખબર પડતી ગઇ કેવી રીતે બધું ફીટીંગ થશે.

 

અમુકવાર વસ્તુ કર્યાં પછી અઠવાડીયા-15 દિવસ મહેનત કર્યાં પછી પાછી એને ખોલવી પણ પડે, આવું મારે ઘણીવાર થયું હતું. ગાડી મજબૂત બનાવવા માટે એમાં લોખંડની પાઇપનો ઉપયોગ કર્યો છે.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!