ડીસા નગરપાલિકામાં વિકાસ અને આરોગ્યલક્ષી અંદાજપત્ર રજૂ કરાયું

- Advertisement -
Share

 

ડીસા નગરપાલિકામાં ગુરૂવારે વિકાસ અને આરોગ્યલક્ષી અંદાજપત્ર રજૂ કરાયું હતું. જેમાં ગત વર્ષની હીસાબો રજૂ કરવા ઉપરાંત આગામી વર્ષના અંદાજીત ખર્ચ અને આવક દર્શાવવામાં આવ્યા હતા. નગરપાલિકા દ્વારા આ અંદાજપત્ર વિકાસ અને આરોગ્યલક્ષી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

 

 

માર્ચ માસ એટલે હીસાબી વર્ષનો અંતિમ માસ માર્ચમાં અંદાજપત્ર રજૂ કરવાની વર્ષોથી પરંપરા ચાલી આવે છે. ત્યારે ગુરૂવારે ડીસા નગરપાલિકામાં વર્ષ 2022-23 નું અંદાજપત્ર રજૂ કરાયું હતું.

 

 

સહુ પ્રથમ વર્ષ 2021-22 નું રૂ. 21,35,00,000 ના પુરાંતવાળા બજેટને મંજૂર કરાયું હતું. જેમાં વર્ષ-2021-22 માં થયેલી રૂ. 85,56,24,000 ની આવક સામે રૂ. 64,20,58,000 નો ખર્ચ રજૂ કરાયો હતો.

 

 

ત્યારબાદ આગામી વર્ષ 2022-23 માં રૂ. 240,91,52,000 ની આવક સામે રૂ. 235,58,75,000 નો અંદાજીત ખર્ચ દર્શાવી રૂ. 5,32,77,000 ની પુરાંતવાળુ અંદાજપત્ર રજૂ કરાયું હતું.

 

આ અંદાજપત્રમાં આગામી સમયમાં શહેરના નવિન ટાઉન હોલ, લાઇટ, સફાઇ અને પાણી જેવી આવશ્યક સેવાઓ, ફાયર સ્ટેશન, ઓફીસ બિલ્ડીંગ, રોડ, રસ્તા ગટરના કામો અને આંગણવાડીના કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

 

આ ઉપરાંત સરકારની અમૃતમ-2 યોજના અંતર્ગત શહેરમાં બગીચા, પાણી અને સોલર પ્રોજેક્ટ પર વિકાસના કામો પર ખર્ચ કરવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે.

 

ડીસા નગરપાલિકામાં બેઠક યોજાઇ હતી. જેમાં અંદાજપત્ર રજૂ કરાયું હતું. ત્યારે નગરપાલિકાના સભાખંડમાં નગરપાલિકાના તમામ સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા અને આટલી માતબર રકમનું અંદાજપત્ર રજૂ કરવાનું હોય વિપક્ષી

 

સદસ્યોએ પણ આ અંગે વિકાસ કાર્યોમાં ચર્ચા કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આજનું બજેટ માત્ર 25મિનિટ 43 સેકન્ડમાં પુરૂ કરી દેવામાં આવતાં વિપક્ષી સદસ્યોમાં આક્રોશ ભભૂક્યો હતો.

 

વિપક્ષ દ્વારા આ બેઠક ઝડપી આટોપી લેવાના કરવામાં આવેલા આક્ષેપને પગલે નગરપાલિકા પ્રમુખે જણાવ્યું હતું કે, ‘નગરપાલિકા દ્વારા વિકાસના કાર્યો કરવામાં આવે છે.

 

પરંતુ વિપક્ષ વિકાસના કાર્યોમાં ચર્ચા કરવાને બદલે માત્ર હોબાળા જ કરતી હોય છે અને તંદુરસ્ત વાતચીતનો અભાવ જોવા મળતો હોવાના લીધે સમય મર્યાદામાં બેઠક યોજાઇ હતી.’

 

ડીસા નગરપાલિકા દ્વારા વર્ષ-2022-23 માં રૂ. 240,91,00,000 ની આવક સામે રૂ. 235,58,00,000 નો ખર્ચ બતાવીને બજેટ રજૂ કરાયું છે.

 

ત્યારે આગામી સમયમાં ડીસા શહેર પાછળ આટલી મોટી રકમ ખર્ચ થવાની હોવાથી શહેરનો નક્શો બદલાઇ શકે છે. ત્યારે વર્ષ બાદ ડીસામાં કેટલો વિકાસ થાય છે તે આવનારા સમયમાં જોવા મળશે.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!