થરાદ-સાંચોર હાઇવે પર સર્જાયો ટ્રીપલ અકસ્માત : પિતાનું મોત, પુત્ર ઘાયલ

- Advertisement -
Share

બનાસકાંઠા જીલ્લાના થરાદ-સાંચોર હાઇવે પર પેટ્રોલ પંપ સામે બાઇક અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાતાં જેમાં બાઇક સવાર પિતા રોડ પર પટકાતાં ટ્રક ફરી વળતાં ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. આ ટ્રીપલ અકસ્માતના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા.

 

 

 

 

આ અંગે થરાદ પોલીસને ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી પુત્રને ગંભીર ઇજાઓ પહોંચતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો તેમજ મૃતકની લાશને પી.એમ. અર્થે હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જ્યારે રીક્ષા ચાલક અને ટ્રક ચાલક ગાડી મૂકી ફરાર થઇ ગયા હતા. આ અંગે થરાદ પોલીસે રીક્ષા ચાલક અને ટ્રક ચાલક વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.

 

 

 

 

આ અકસ્માતની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં દિન-પ્રતિદિન અકસ્માતમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. થરાદ તાલુકાના ભલાસરા ગામના 45 વર્ષિય પિતા-પુત્ર પોતાનું બાઇક લઇને થરાદ-સાંચોર હાઇવે પર પેટ્રોલ પંપ સામેથી પસાર થઇ રહ્યા હતા. તે દરમિયાન રીક્ષાના ચાલકે પાછળથી ધડાકાભેર ટક્કર મારતા બાઇક પર સવાર પિતા-પુત્ર રોડ પટકાયા હતા. તે દરમિયાન પૂરપાટઝડપે આવી રહેલા ટ્રકના ચાલકે પિતા ઉપર હંકારી દેતાં પિતાનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. આ ટ્રીપલ અકસ્માતના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા.

 

 

 

આ અંગે થરાદ પોલીસને ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ તાત્કાલીક ઘટનાસ્થળે દોડી આવી પુત્રને ગંભીર ઇજાઓ પહોંચતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો તેમજ મૃતકની લાશને પી.એમ. અર્થે હોસ્પિટલમાં ખસેડાઇ હતી.

 

 

 

 

આ ઘટનાની જાણ પરિવારજનોમાં થતાં શોકનું મોજું ફરી વળ્યું હતું તેમજ આ ઘટનાની જાણ ગામમાં પ્રસરતાં શોકનો માહોલ છવાયો હતો. જ્યારે રીક્ષા ચાલક અને ટ્રક ચાલક ગાડી મૂકી ફરાર થઇ ગયા હતા. આ અંગે થરાદ પોલીસે રીક્ષા ચાલક અને ટ્રક ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!