આદિજાતિ દાંતા અને અમીરગઢ તાલુકામાં 5,000 બિયારણ કીટ્સનું વિતરણ કરાશે : સાંસદ પરબતભાઇ પટેલ

- Advertisement -
Share

બનાસકાંઠા જીલ્લાના દાંતા ખાતે સાંસદ પરબતભાઇ પટેલના હસ્તે વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત કૃષિ વૈવિધ્યકરણ પ્રોજેક્ટ કીટ્‌સનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કૃષિ વૈવિધ્યકરણ યોજના-2021નો શુભારંભ કરતાં જણાવ્યું હતું કે, આ યોજનાનો લાભ ગુજરાતના અંબાજીથી ઉમરગામ સુધીના 14 આદિજાતિ જીલ્લાના 1,26,000થી વધુ વનબંધુ કિસાનોને મળશે.

 

 

 

 

કૃષિ વૈવિધ્યકરણ યોજના અંતર્ગત આદિવાસી ખેડૂતોને રૂ. 31 કરોડની ખાતર અને બિયારણ સહાય મળશે. જેમાં ખાતરમાં 45 કિલો ગ્રામ યુરીયા, 50 કિલોગ્રામ એન.પી.કે. અને 50 કિલોગ્રામ એમોનિયા સલ્ફેટની કીટ આપવામાં આવશે.

આ અંગે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, ‘છેલ્લા 10 વર્ષમાં આ યોજના 10 લાખ આદિજાતિ ખેડૂતોને રૂ. 250 કરોડની સહાય આપવામાં આવી છે. આ યોજનામાં મકાઇ, કારેલા, દૂધી, ટામેટા, રીંગણ અને બાજરી જેવા પાકના બિયારણ પણ આપવામાં આવે છે. જેથી આદિવાસી ખેડૂતો વધારે આવક મેળવતાં થયા છે. આદિવાસી ખેડૂત તેના બાવડાના જારે ખેતી કરી શકે અને પાણી વિહોણો ન રહે તે માટે રાજ્ય સરકારે આદિજાતિ જીલ્લાના ડુંગરાળ પ્રદેશોમાં લિફ્ટ ઇરીગેશનની વિવિધ યોજનાઓ થકી ઉંચાઇ પર સિંચાઇના પાણી પહોંચાડવાના ભગીરથ કાર્યો હાથ ધર્યા છે.

 

 

 

 

જ્યારે આ માટે રાજ્ય સરકારે તાજેતરમાં કપરડા ધરમપુર માટે રૂ. 797 કરોડની ઉદ્વહન સિંચાઇ યોજના તથા અરવલ્લી જીલ્લામાં વાત્રક જળાશય આધારીત મેઘરજ માલપુર તાલુકાને હરિયાળા બનાવવા માટે રૂ. 117 કરોડની ઉદ્વહન સિંચાઇ યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. જ્યારે રાજ્ય સરકારે છેલ્લા ચાર વર્ષમાં આદિજાતિ વિસ્તારોમાં કુલ રૂ. 6,600 કરોડની વિવિધ સિંચાઇ યોજનાને મંજૂરી આપી છે જેના નિર્માણ કાર્યો ચાલી રહ્યા છે. આના થકી આદિજાતિ વિસ્તારની 5.45 લાખ એકર જમીનને સિંચાઇ સુવિધા મળશે.

રાજ્યમાં પ્રકૃતિ અને પર્યાવરણ પ્રિય ખેતી થાય તેવા પ્રયાસો પણ સરકાર કરતી આવી છે. આથી જ ડાંગ જીલ્લાને સંપૂર્ણ પ્રાકૃતિક કૃષિ સંપન્ન જીલ્લો બનાવવા સરકારે યોજના બનાવી છે. વનબંધુઓના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર કટીબધ્ધ હોવાનો મત વ્યક્ત કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સરકારે રૂપિયા એક્ટનો અમલ કરી આદિવાસીઓને જમીનના માલિક બનાવ્યા છે.

 

 

 

 

જેમાં એકલવ્ય મોલ સ્કૂલ થકી લાખો આદિજાતિના બાળકો શિક્ષણ મેળવી રહ્યા છે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વનબંધુ કલ્યાણ યોજના શરૂ કરી હતી. વર્તમાન સરકારે ગત બજેટમાં વનબંધુ કલ્યાણ યોજના ભાગ-2 શરૂ કરી આગામી 4 વર્ષ માટે રૂ. 1 લાખ કરોડ આદિવાસી ભાઇઓ-બહેનો માટે ખર્ચવાનો નિર્ણય કર્યો છે.

રાજ્ય સરકાર દ્વારા આદિવાસી યુવાનોને ગુણવત્તાયુક્ત રોજગારલક્ષી તાલીમ આપવામાં આવી રહી છે. નર્મદા જીલ્લાના રાજપીપળા ખાતે આ માટે જ બિરસા મુંડા યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે. આઝાદીની ચળવળમાં ભાગ લેનારા આદિવાસી સ્વાતંત્ર્ય વીરો અને આદિવાસી સંસ્કૃતિથી લોકપરિચિત થાય તે માટે વિશ્વ પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ટ્રાઇબલ મ્યુઝિયમ બનાવવાનું કાર્ય પણ ચાલી રહ્યું છે.’

 

 

 

 

આ પ્રસંગે બનાસકાંઠા જીલ્લા સાંસદ પરબતભાઇ પટેલે જણાવ્યું હતું કે, ‘વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત આદિજાતિ દાંતા તાલુકામાં 3,000 અને અમીરગઢ તાલુકામાં 2,000 આમ કુલ- 5,000 કૃષિ વૈવિધ્યકરણ કીટ્‌સનું વિતરણ કરાશે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વવાળી રાજ્ય સરકાર આદિજાતિ લોકોના સર્વાગી વિકાસ માટે કામ કરી રહી છે. વનબંધુઓને આત્મનિર્ભર બનાવવા સરકારે ઘણી બધી યોજનાઓમાં અમલી બનાવી છે.

આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વન બંધુઓની વિશેષ ચિંતા કરીને અંબાજીથી ઉમરગામ સુધીના પૂર્વ પટ્ટીમાં રહેતાં આદિવાસીઓના કલ્યાણ માટે ઠેર-ઠેર શાળાઓ, કોલેજા, ડુંગરાળ વિસ્તારમાં સારા રસ્તાઓ, આરોગ્ય, કૃષિ અને સિંચાઇની સવલતો, ગ્રામ વિકાસના કાર્યો સહીત અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે. જેનો લાભ લઇ આદિવાસી સમાજ અન્ય સમાજાની સાથે કદમ મિલાવી પ્રગતિ કરી રહ્યો છે. સાંસદે કોરોના વેક્સીનેસન પર ભાર મૂકતાં જણાવ્યું હતું કે, કોઇપણ પ્રકારનો વહેમ કે ડર રાખ્યા સિવાય કોરોના પ્રતિરોધક રસી મૂકાવી આપણે પોતે અને પરિવારને સુરક્ષિત બનાવીએ તથા કોરોનાની બિમારીને ભગાડીએ તેમ જણાવ્યું હતું.’

આ પ્રસંગે દાંતા તાલુકા પંચાયત પ્રમુખ જાશનાબેન ચૌહાણ, અગ્રણીઓ માલજીભાઇ કોદરવી, અમૃતભાઇ ઠાકોર, શામળભાઇ પટેલ, પ્રાયોજના વહીટદાર એમ.બી.ઠાકોર,મામલતદાર સહીત અધિકારીઓ, પદાધિકારીઓ અને આદિજાતિ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!