પાલનપુરના કાણોદરમાં વીજળીની ચોરી કરતા 42 ગ્રાહકો પાસેથી રૂ.13.66 લાખનો દંડ વસુલ કરાયો

- Advertisement -
Share

UGVCL દ્વારા ઠેર-ઠેર ચેકીંગ હાથ ધરાતા વીજચોરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે ઉતર ગુજરાત વીજ કંપની કણોદર પેટા વિભાગીય કચેરી દ્વારા વીજ ચોરી અટકાવવા ઘરવપરાશ, કોમર્શિયલ, ખેતીવાડી અને હંગામી વિજગ્રાહકોનું ચેકીંગ હાથ ધરાતા છેલ્લા એક વર્ષમાં 42 ગ્રાહકોએ 13,66,894 વીજની ચોરી કરતા ઝડપાતા વીજ કંપની દ્વારા વિશ્વ ગ્રાહકો સામે ફરિયાદ નોંધાવી 13,66,894 ના દંડની વસુલાત કરવામાં આવી છે.

 

કાણોદર યુજીવીસીએલ હેઠળના વિસ્તારોમાં વીજચોરીનું પ્રમાણ વધ્યું છે ત્યારે યુજીવીસીએલ તંત્રને વીજચોરીના કારણે વીજલોસ થઈ રહ્યો છે ત્યારે આ બાબતની ગંભીરતાને લઈ કાણોદરમાં યુજીવીસીએલ દ્વારા ઠેર – ઠેર ચેકીંગ હાથ ધરાતા વીજચોરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે જેમાં સમગ્ર વિસ્તારોમાં સઘન ચેકીંગની કાર્યવાહી કરવામાં આવતા વર્ષ 2021 દરમિયાન 42 વીજ કનેકશનોમાં ગેરરીતિ પકડાઈ હતી.

 

જેને લઈ તમામ વિરુદ્ધ કુલ 13,66,894 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જોકે, સૌથી વધુ 18 ઘર વપરાશના કનેક્શનોમાં વીજ ચોરી પકડાઈ હતી. જેને લઈ રૂ. 1,37,851નો દંડ ફટકારવામાં આવ્યો હતો. તો 8 કોમર્શિયલ કનેક્શનોમાં વીજચોરી પકડાતા રૂ.4,50,074નો દંડ ફટકારવામાં આવ્યો હતો. જોકે ઉદ્યોગ એકમોમાં એકપણ વીજચોરી પકડાઈ ન હોવાનું યુજીવીસીએલના કાણોદર નાયબ ઈજનેર વી.એમ.પ્રજાપતીએ જણાવ્યું હતું.

 

યુજીવીસીએલ તંત્રને વીજચોરીના કારણે વિજલોસ થાય છે જેથી વીજલોસ ધરાવતા ફીડરો વાળા વિસ્તારોમાં ચેકીંગ હાથ ધરવામાં આવે છે. આગામી સમયમાં પણ વીજચોરી અંગે યુજીવીસીએલ તંત્ર દ્વારા દરોડા પાડવામાં આવશે. – વી.એમ.પ્રજાપતી-નાયબ ઈજનેર

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!