અંબાજી-ખેડબ્રહ્મા હાઇવે પર માંકડચમ્પામાં મગર આવતાં લોકોમાં દોડધામ

- Advertisement -
Share

મગર દેખાતાં લોકોમાં દહેશત છવાઇ : વન વિભાગની રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી મગરને રેસ્ક્યુ કર્યો

અંબાજી-ખેડબ્રહ્મા હાઇવે પર આવેલા માંકડચમ્પા ગામના હાઇવે પર ફરી મગર દેખાતાં સ્થાનિક લોકો સાથે યાત્રાળુઓમાં પણ ભયનો માહોલ સર્જાયો હતો.

માંકડચમ્પા હાઇવે પર મગર દેખાવાની આ બીજી ઘટના છે. અગાઉ 1 સપ્તાહ પહેલાં પણ એજ જગ્યાએ મગર દેખાયો હતો. જેનું રેસ્ક્યુ વન વિભાગ દ્વારા કરાયું હતું.
ગઇ મોડી રાત્રે ફરી એક વાર માંકડચમ્પા ગામમાં હાઇવે પર મગર દેખાતાં લોકોમાં દહેશત છવાઇ હતી. જયારે મગરને જોવા લોકોની ભારે ભીડ ઉમટી હતી.

 

મગર દેખાતાં સ્થાનિક લોકો દ્વારા હડાદ પોલીસને જાણ કરતાં હડાદ પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. ત્યારબાદ વન વિભાગને જાણ કરતાં વન વિભાગની રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી મગરને રેસ્ક્યુ કર્યો હતો.
અંબાજી-ખેડબ્રહ્મા હાઇવે વચ્ચે આવેલા માંકડચમ્પા ગામના હાઇવે પર બીજીવાર મગર દેખાતાં લોકો સાથે યાત્રાળુઓમાં ભયનો માહોલ છવાયો છે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!