ભવ્ય આતશબાજી કરી વિજય ઉત્સવ મનાવ્યો
ડીસામાં સાંઇબાબા મંદિર આગળ નવા ધારાસભ્યનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં શહેરીજનોએ ફૂલોનું કમળ આપી ભવ્ય આતશબાજી કરી સન્માન કર્યું હતું. ધારાસભ્યે ડીસાને લંડન જેવું બનાવવા માટેનું વચન આપ્યું હતું.
ડીસામાં મોડી સાંજે સાંઇબાબા મંદિર આગળ નવા ધારાસભ્યનો સન્માન સમારોહ યોજાયો હતો. બનાસકાંઠા જીલ્લામાં સૌથી વધુ 42,547 મતની લીડથી ધારાસભ્ય બન્યા છે.
જેથી ડીસાવાસીઓ પણ તેમના સ્વાગત માટે ખૂબ જ ઉત્સાહી બન્યા હતા. ત્યારે સાંઇબાબા મંદિર આગળ ધારાસભ્ય પ્રવિણભાઇ માળીનો સન્માન સમારોહ યોજાયો હતો.
જેમાં લોકોએ ફૂલોનું કમળ બનાવી તેમને આપી સન્માન કર્યું હતું. આ સાથે જ ભવ્ય આતશબાજી કરી વિજય ઉત્સવ મનાવ્યો હતો. આ પ્રસંગે ધારાસભ્યે ડીસા શહેરને લંડન જેવું સ્વચ્છ અને સુંદર બનાવવાનું શહેરીજનોને વચન આપ્યું હતું.
From-Banaskantha update