બનાસકાંઠા જિલ્લામાં નાના-મોટા ધંધાર્થીઓએ પોતાનો કોવિડ રિપોર્ટ સાથે રાખવો પડશે, કલેક્ટરે જાહેરનામુ બહાર પાડ્યુ

- Advertisement -
Share

બનાસકાંઠા જિલ્લામાં નાના-મોટા ધંધાર્થીઓએ પોતાનો કોવિડ રિપોર્ટ સાથે રાખવો પડશે, કલેક્ટરે જાહેરનામુ બહાર પાડ્યુ

  • ધંધા-રોજગાર કરતી વ્યક્તિઓનો કોવિડ રિપોર્ટ નેગેટીવ હસે તો જ દુકાન ખુલ્લી રાખી શકશે
  • રસી લીધેલા લોકોએ આ નિયમ લાગુ પડશે નહીં, પરંતુ રસીનું પ્રમાણપત્ર સાથે રાખવું પડશે

બનાસકાંઠા જિલ્લામાં કોરોના સંક્રમણને લઇને સાવચેતી માટે કલેક્ટર આનંદ પટેલે જાહેરનામુ બહાર પાડ્યું છે. ક્લેક્ટરના આદેશ મુજબ જિલ્લામાં નાના-મોટા ધંધાર્થીઓએ પોતાનો કોવિડ રિપોર્ટ સાથે રાખવો પડશે. જોકે, જેમણે રસી લીધી છે તેમને રિપોર્ટ રાખવાની જરૂર નથી પણ રસી લીધેલા લોકોને રસી લીધાનું પ્રમાણપત્ર સાથે રાખવું પડશે તો જ ધંધો કરી શકશે.

 

શાકભાજીના છુટક, જથ્થાબંધ વિક્રેતા, હોટલ, રેસ્ટોરન્ટ, ખાણીપીણીની, લારી ગલ્લાવાળા, રિક્ષા કે ભાડે ફરતાં વાહનોના ડ્રાઈવર, ક્લીનર, પાનના ગલ્લાવાળા, ચાની કીટલી, દુકાન, હેરસલુન તથા બ્યુટીપાર્લરમાં કામ કરતાં લોકો, ખાનગી સિક્યુરીટી એજન્સીના ગાર્ડસ તથા સ્ટાફ સ્વરોજગાર મેળવતા કારીગરો જેવા કે સુથાર, લુહાર, ઈલેકટ્રીશીયન, પ્લમ્બર, ટેકનીશીયનો વગેરે શોપીંગ મોલ અને શોપીંગ કોમ્લેક્ષમાં વેચાણ વિતરણ કરતાં લોકોએ પણ આ જાહેરનામું લાગુ પડશે.

પાલનપુર, ડીસા, પાનેરા, ભાભર, થરાદ, થરા નગરપાલિકા વિસ્તારમાં રહેતા તમામ લોકોએ કોવિડનો નેગેટિવ રિપોર્ટ સાથે રાખવા માટે જિલ્લા કલેક્ટરે હુકમ કર્યો છે. જોકે, રસીનો ડોઝ લીધેલા લોકોને લાગુ પડશે નહીં. પરંતુ રસીકરણ બદલનું પ્રમાણપત્ર સાથે રાખવું પડશે. આ હુકમ તા. 22/04/2021થી તા.09/05/2021 સુધી અમલમાં રહેશે.


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!