ડીસાના આસેડા ગામમાં 6 શકસોએ આધેડ પર હુમલો કરતા ફરિયાદ નોધાઇ

- Advertisement -
Share

ડીસાના આસેડા ગામે 6 જેટલા શકસોએ એક્સમ્પ થઈ એક આધેડને ગામમાં ના પાડી છે છતાં કેમ આવો છો તેમ કહી હુમલો કરી ઇજાઓ પહોંચાડી માર મારવામાં આવતા આ યુવકે ડીસા તાલુકા પોલીસ મથકે છ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

આ ફરિયાદની વિગત અનુસાર ડીસાના આસેડા ગામે રહેતા ભેમાજી ગલાબજી ઠાકોર ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે જોકે ગઈકાલે શુક્રવારે સાંજે પાંચેક વાગ્યાના સુમારે આસેડા ગામની શાળામાં પૌત્ર અને પૌત્રીને લેવા ગયા હતા અને પરત આવતા હતા તે દરમિયાન સામે ગામના જ કિરણ ભાયચદજી ઠાકોર સામે મળેલા અને કહેવા લાગેલ તમે હજુ ગામમાં કેમ આવો છો તેમને અગાઉ લગ્નમાં થયેલા બબાલને લઈ અહીં ગામમાં આવવાની ના તો પાડી છે તેમ છતાં કેમ આવો છો તેમ કહી ગાળો બોલવા લાગેલ.

જેથી ભેમાજીએ કહેલ કે હું તો છોકરા લેવા આવ્યો હતો અને ગાળો બોલવાની ના પાડતા કિરણજી ઉશ્કેરાઈ ગયેલા ગડદા પાટુનો માર મારવા લાગેલ જેથી ભેમાજી દોડીને ઘરે જતા રહેલા ત્યારબાદ એક ગાડીમાં કિરણજી અને અન્ય પાંચેક જેટલા શકસ ત્યાં આવેલા અને ભેમાજી અને તેમના દીકરા સદેશજી ધોકા વડે માર મારવા લાગેલ તેમજ અન્ય શકસ દ્વારા લોખંડની પાઈપ વડે પણ હુમલો કરેલો.

જેથી ભેમાજી અને તેમના દીકરાએ બુમો પાડતા આસપાસના લોકો દોડી આવી તેમને માર માંથી છોડાવેલા જોકે, જતા જતા આ શકસોએ જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપેલ જેથી આ મામલે ભેમાજીએ ડીસા તાલુકા પોલીસ મથકે (1)ભાયચંદજી ગેમરાજી ઠાકોર (2)કિરણજી ભાયચંદજી ઠાકોર (3)કરમસીજી પાડજીજી ઠાકોર (4)વિષ્ણુજી નવઘનજી ઠાકોર (5)ભરતજી નવઘનજી ઠાકોર (6)મુકેશજી સવદનજી ઠાકોર વિરુદ્ધ ફરિયાદ નોંધવાતા પોલિસ દ્વારા વિવિધ કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!