અમીરગઢ પોલીસે એક્ટીવા પર દારૂ સાથે શખ્સને ઝડપ્યો

Share

 

બનાસકાંઠાના નજીક આજુબાજુ વિસ્તારમાં દારૂની ખેપ મારવા માટે બુટલેગરો નવા કિમીયા અજમાવતાં હોય છે. પરંતુ બીજી બાજુ પોલીસ પણ બાજ નજર રાખીને આવી ગુનાહીત પ્રવૃત્તિને રોકવા માટે તત્પર ખડેપગે ઉભી હોય છે. અમીરગઢ પોલીસ ખાનગી બાતમીના આધારે પોલીસ સ્ટાફ સાથે નાઇટ પેટ્રોલિંગમાં હતી.

[google_ad]

 

 

તે દરમિયાન શખ્સ હોન્ડા એક્ટીવા નં. GJ-08-BK-4361 પર પ્લાસ્ટીકના કંતાનની થેલીમાં વિદેશી દારૂ ભરી રાજસ્થાનથી માવલ થઇ આવલ ઘુમટી થઇ પાલનપુર જતાં રોકી અમીરગઢ પોલીસની ટીમે તપાસ કરતાં એક્ટીવામાં વિદેશી દારૂ બોટલ નંગ-84 કિંમત રૂ. 26,185 અને એક્ટીવાની કિંમત રૂ. 25,000 કુલ રૂ. 51,185 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

[google_ad]

 

 

 

 

 

 

જ્યારે એક્ટીવા ચાલક પાલનપુરના વિષ્ણુ હરેશભાઇની અટકાયત કરાઇ છે. આ અંગે અમીરગઢ પોલીસે શખ્સ સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

[google_ad]

 

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share