પાલનપુરના એરોમા સર્કલ પર ટ્રાફીકની સમસ્યાને લઇ કોંગ્રેસના ધારાસભ્યે ગાંધી ચિંધ્યા માર્ગે ધરણાંની ચિમકી ઉચ્ચારી

Share

 

બનાસકાંઠા જીલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં એરોમા સર્કલ પરની ટ્રાફીક સમસ્યાને લઇ વારંવાર રજૂઆત કરવા છતાં તેનો કોઇ ઉકેલ ન આવતાં પાલનપુરના કોંગ્રેસના ધારાસભ્ય મહેશ પટેલે ધરણાં કરવાની ચિમકી ઉચ્ચારી હતી. જીલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરમાં નેશનલ હાઇવે એરોમા સર્કલથી પસાર થઇ કંડલા તરફ જાય છે.

[google_ad]

 

 

જેમાં કંડલાથી આવનાર વાહનોનું હેવી ટ્રાફીક મેઇન એરોમા સર્કલ પર જામ થઇ જાય છે. જેને લીધે ઘણા બધા અકસ્માતો પણ બનવા પામે છે. જેને લઇને પાલનપુરના ધારાસભ્ય મહેશ પટેલ દ્વારા અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ કોઇ નિવેડો ન આવતાં આખરે ધારાસભ્યએ થાકીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે.

[google_ad]

 

 

 

 

 

 

આ અંગે પાલનપુરના ધારાસભ્ય મહેશ પટેલે જણાવ્યું હતું કે, ‘પાલનપુર શહેરમાં એરોમા સર્કલની ટ્રાફીક સમસ્યા છે. જેના માટે વારંવાર મુખ્યમંત્રીને, આર.એન.બી.ના મંત્રીને, કલેક્ટરને અને ફરિયાદ સંકલન બેઠકમાં રજૂઆતો કરવામાં આવી છે. નેશનલ હાઇવે એરોમા સર્કલથી પસાર થઇને કંડલા તરફ જાય છે તે રસ્તો પણ ઘણો ડેમેજ છે.

[google_ad]

 

 

 

 

 

 

કંડલાથી આવનારો હેવી ટ્રાફીક મેઇન એરોમા સર્કલ પર જામ થાય છે. જેના પગલે ઘણા બધા અકસ્માતોના પણ બનાવો બન્યા છે. હમણાં જ આ ટ્રાફીકમાં એમ્બ્યુલન્સ ફસાવાના કારણે એક બાળકનું મોત નિપજ્યું હતું. ત્યારે તેઓ આ બાબતના લઇને એસ.પી. અને કલેક્ટરને પણ મળ્યા છે.

[google_ad]

 

 

 

 

 

 

ટ્રાફીક સમસ્યાનો ઉકેલ આવે એના માટેનું પ્રપોઝલ તેમણે ઘણીવાર સરકાર સમક્ષ રજૂ કર્યું છે. આથી એરોમા સર્કલના ટ્રાફીક માટે કંઇક સોલ્યુશન નીકળે તેની રજૂઆત સોમવારે તેમણે ફરીથી દબાઇને કરી હતી. જો આ ટ્રાફીકનું સોલ્યુશન નહીં થાય તો આવનારા સમયમાં ગાંધીજીના માર્ગ પર ધરણાં કરવાની ચિમકી પણ તેમણે ઉચ્ચારી છે.’

[google_ad]

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 


Share