જુઓ કમિશનરનું નાના ધંધાર્થીઓ સાથેનું ગેરવર્તન : બુમ પાડી હાથ પછાડીને કહ્યું – ‘યુ ગેટ લોસ્ટ’, જુઓ વિડીઓ

Share

જૂનાગઢ મહાનગરપાલિકા કમિશનર કચેરીમાં રજૂઆત માટે આવેલા અરજદારો પર ગુસ્સે થતાં કમિશનરનો વિડીયો વાઇરલ થતાં ચકચાર મચી છે. જૂનાગઢ શહેરમાંથી મહાનગરપાલિકા દ્વારા લારી અને ગલ્લા દૂર કરાતાં લારી ધારકો મહાનગરપાલિકા કમિશનર સમક્ષ રજૂઆત માટે પહોંચ્યા હતા. આ જ સમયે કમિશનરે અરજદારને નીચા અવાજે વાત કરવાનું ‘યુ ગેટ લોસ્ટ’ એટલે કે ત્યાંથી ચાલ્યા જવા કહ્યું હતું. કમિશનરનો આ વિડીયો વાઇરલ થતાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

રાજેશ તન્ના, મનપા કમિશનર, જૂનાગઢ

[google_ad]

જૂનાગઢ શહેરમાંથી લારી-ગલ્લા દૂર કરાતાં લારી અને ગલ્લાના સંચાલકો સોમવારે મહાનગરપાલિકા કચેરીમાં આવ્યા હતા અને હલ્લાબોલ કર્યો હતો. ભારે વિરોધ બાદ લારી-ગલ્લા ધારકોના પ્રતિનિધીઓ કમિશનર કચેરીમાં મુલાકાત માટે પહોંચ્યા હતા. આ સમયે એક પ્રતિનિધી દ્વારા ઉંચેથી બોલાઇ જતાં કમિશનર રાજેશ તન્નાને ગુસ્સો આવ્યો હતો.

[google_ad]

કમિશનરે કહ્યું હતું કે, ‘મને કાનમાં બીમારી નથી, આજ પછી આવો ત્યારે ધીમે બોલવાનું’. આ સમયે અરજદારે દલીલ કરતાં કમિશનરનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો અને કમિશનરે પોતાનો હાથ પોતાના ટેબલ પર પછાડી ઉભા થઇ ગયા હતા અને ‘યુ ગેસ્ટ લોસ્ટ’ કહી સુરક્ષા જવાનોને અરજદારને બહાર લઇ જવા કહ્યું હતું.

[google_ad]

ગુજરાત સરકાર એક તરફ સંવેદનશીલ સરકારની વાતો કરે છે. તો બીજી તરફ જૂનાગઢ મહાનગરપાલિકા કચેરીમાં સોમવારે અલગ જ દ્રશ્યો જોવા મળ્યા હતા. શાંતિથી નિયમ મુજબ રજૂઆત કરવા આવેલા લારી-ગલ્લા ધારકોની રજૂઆત સાંભળી સમસ્યાનો ઉકેલ કરવાના બદલે કમિશનરે કરેલા વર્તનને લઇ અનેક સવાલો ઉઠ્યા છે.

 

 

From – Banaskantha Update


Share