પાલનપુર આબુ રોડ હાઇવે પર વિચિત્ર અકસ્માત સર્જાયો : કાર ટ્રક નીચે પીચકાયી ગઈ પરંતુ કાર ચાલકનો આબાદ બચાવ

Share

પાલનપુર આબુ રોડ હાઇવે પર આજે વહેલી સવારે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં અનાજ ભરેલી ટ્રક પલટી ખાતા ટ્રકની નીચે કાર દબાઇ ગઇ હતી અને કારચાલકને ઇજા થતાં સારવાર માટે પાલનપુર સિવિલ ખસેડાયો હતો.

[google_ad]

બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે આજે વહેલી સવારે પાલનપુર આબુ રોડ હાઇવે પર એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો અકસ્માતની ઘટના પર નજર કરીએ તો પાલનપુર આબુ રોડ હાઇવે પર અનાજ ભરેલી ટ્રક જઈ રહી હતી અને ટ્રકના ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા અનાજ ભરેલી ટ્રક પલટાઈ હતી.

[google_ad]

ટ્રક પલટાતા બાજુમાંથી પસાર થઇ રહેલ કાર ટ્રક નીચે આવી ગઇ હતી અને આ અકસ્માતમાં કારનો ભુક્કો બોલાઈ ગયો હતો પરંતુ કહેવત છે કે ‘રામ રાખે તેને કોઈના ચાખે’ તેવો જ બનાવ સામે આવ્યો હતો. આ અકસ્માતમાં કાર ટ્રકના નીચે દબાઇ ગઇ હતી જેથી આજુબાજુના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા તાત્કાલિક પાલનપુર તાલુકા પોલીસને જાણ કરતાં પાલનપુર તાલુકા પોલીસે કરીને બોલાવી કારના પતરા કાપી કારચાલકને કારમાંથી જીવંત બહાર નિકાલયો હતો અને કાર ચાલકને ઇજા થતાં સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

 

From – Banaskantha Update


Share