પાલનપુરમાં કમોસમી વરસાદને પગલે રોડ-રસ્તા ધોવાતાં વાહનચાલકો ત્રસ્ત : જાહેર માર્ગો પર મસમોટા ભૂવા પડયા

Share

 

પાલનપુરમાં બે દિવસ પડેલા વરસાદમાં મોટા ભાગના રોડ-રસ્તા ધોવાઇ ગયા હતા. આ સિવાય જાહેર માર્ગો પર મસમોટા ભૂવા પડતાં સાવ બિસ્માર બનેલા માર્ગોને લઇ વાહનચાલકો સહીતના લોકોને અવર-જવર કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

[google_ad]

 

 

શહેરમાં ભૂગર્ભ ગટરના કામને લીધે જાહેર માર્ગો પર આડેધડ ખોદકામ કર્યાં બાદ બિસ્માર બનેલા માર્ગોનું યોગ્ય સમારકામ કરવામાં ન આવતાં સામાન્ય વરસાદને પગલે પણ મોટાભાગના રોડ-રસ્તા બિસ્માર હાલતમાં જોવા મળ્યા હતા.

[google_ad]

 

 

આ સિવાય પાલનપુરમાં અંબાજી જવાના મુખ્ય માર્ગ ઉપર મીરા ગેટથી સમતા સ્કૂલ સુધીના માર્ગ પર મોટા ભૂવા પડી જતાં બસ સહીતના વાહનો ફસાયા હતા. જેને લઇને આ માર્ગે પસાર થતાં વાહનો હવે સોનબાગ સોસાયટીમાં પસાર થતાં રહીશોમાં અકસ્માત સર્જાવાની ભીતી સેવાઇ રહી છે.

[google_ad]

 

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share