ડીસાના કંસારીમાં 3 શખ્સોએ 2 યુવકો ઉપર જીવલેણ હુમલો કરતાં ચકચાર

- Advertisement -
Share

 

ડીસા તાલુકાના કંસારી ગામમાં ગુરૂવારે એક દુકાન પર પીવાના પાણી બાબતને લઇને મારામારી સર્જાઇ હતી. આ ઘટનામાં 3 શખ્સોએ 2 યુવકો પર હુમલો કરતાં ઘાયલ યુવકોને સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

 

 

આ અંગેની વિગત એવી છે કે, ડીસા સહીત સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં મારામારીના બનાવો દિન-પ્રતિદિન સામે આવી રહ્યા છે.ત્યારે ગુરૂવારે ડીસા તાલુકાના કંસારી ગામમાં એક દુકાન પર રમેશભાઇ મફાભાઇ પરમાર અને

 

 

રાયચંદભાઇ મફાભાઇ પરમાર દુકાન પર પીવાનું પાણી માંગતા દુકાન પર બેઠેલા 3 શખ્સોએ દુકાન પર આવેલ રમેશભાઇ મફાભાઇ પરમાર અને રાયચંદભાઇ મફાભાઇ પરમારને અપમાનિત શબ્દો બોલી ઇંટ અને ધોકા વડે હુમલો કર્યો હતો.

 

 

આ હુમલામાં દુકાન પર પાણી પીવા માટે આવેલ 2 વ્યક્તિઓને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

 

 

આ સમગ્ર ઘટનાના પગલે કંસારી પોલીસ સ્ટેશનમાં લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા. જ્યારે ઘાયલ તમામ 2 વ્યક્તિઓને 108 એમ્બ્યુલન્સ વાનમાં ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અંગે ડીસા તાલુકા પોલીસ પણ ઘટનાસ્થળે પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!