પાલનપુરમાં સેવાભાવી સંસ્થાઓએ પશુ-પક્ષીઓને ઉત્કૃષ્ટ સેવાઓ પુરી પાડવા શપથ લઇ અનોખુ ઉદાહરણ પુરૂ પાડ્યું

Share

પાલનપુરમાં મૂંગા-અબોલ પશુ-પક્ષીઓ માટે અનેક સેવાભાવી સંસ્થાઓ આવેલી છે. જેમાં પશુ-પક્ષીઓને અગવડતા ન પડે તે સંસ્થાઓ દ્વારા સેવાઓ પુરી પાડવામાં આવે છે.

ત્યારે પાલનપુરની કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ, મોબાઇલ વેટરીનરી એમ્બ્યુલન્સ-બનાસકાંઠા સ્ટાફ અને પોલીકલીનીક-પાલનપુર સ્ટાફ દ્વારા સોમવારે અબોલ પશુ-પક્ષીઓને ઉત્કૃષ્ટ સેવા પુરી પાડવાના શપથ લઇ અનોખુ ઉદાહરણ પુરૂ પાડ્યું છે.

જ્યારે દરેક પશુ-પક્ષીઓ સેવાભાવી સંસ્થાઓ સંકળાયેલી છે. જ્યારે હેપ્પી ન્યુ ઇયર નિમિત્તે સેલીબ્રેશીનની ઉજવણી કેક કાપી કરાઇ હતી. આ પ્રસંગે બનાસકાંઠાના એમ.વી.ડી. પ્રોજેક્ટ કો.-ઓર્ડીનેટર ભાસ્કરભાઇ નાયક, કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ, મોબાઇલ વેટરીનરી એમ્બ્યુલન્સ-બનાસકાંઠા સ્ટાફ અને પોલીકલીનીક-પાલનપુર સ્ટાફ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

From – Banaskantha Update


Share