ડીસામાં સંજય દેસાઈની ટીકીટ જાહેર થતા જ કોંગ્રેસમાં મોટું ગાબડું, 15 આગેવાનોએ રાજીનામું આપ્યું

- Advertisement -
Share

વિધાનસભાની ચૂંટણી આગામી મહિનામાં યોજાવાની છે અને તમામ પાટી દ્વારા ઉમેદવારો પણ જાહેર કરવામાં આવી રહ્યા છે ત્યારે કોંગ્રેસમાં બનાસકાંઠા જિલ્લામાં એક ડીસા વિધાનસભાની સીટ ફાળવણી કરતા કોંગ્રેસના સિનિયર આગેવાનો ભડક્યા હતા અને 15થી વધુ કોંગ્રેસના સિનિયર આગેવાનોએ રાજીનામી આપ્યું…
વિધાનસભાની ચૂંટણીના પ્રથમ ભાગી ચૂક્યા છે અને આગામી મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજવામાં જઈ રહી છે ત્યારે તમામ પાર્ટી દ્વારા ઉમેદવાર જાહેર કરવામાં આવી રહ્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે પ્રથમ ડીસા વિધાનસભા સીટ પર પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈના પુત્ર સંજયભાઈ દેસાઈને ડીસા સીટ પર જાહેરાત કરતા સિનિયર કોંગ્રેસ આગેવાનોમાં રોષ જોવા મળ્યો હતો.

કારણ કે ડીસા વિધાનસભા સીટ પરથી પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇ દેસાઈ છેલ્લા ઘણા સમયથી ઉમેદવારી નોંધાવતા હતા ત્યારે આ વર્ષે વિધાનસભાની ચૂંટણીમાં પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈના પુત્ર સંજયભાઈ દેસાઈની કોંગ્રેસ પાર્ટી દ્વારા ડીસા વિધાનસભા સીટ પર ઉમેદવાર જાહેર કરાતા બનાસકાંઠાના ડીસા તાલુકાના સિનિયર આગેવાનોમાં રોષ જોવા મળ્યો હતો અને આ રોષે ભરાયેલા 15થી વધુ સિનિયર આગેવાનોએ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું જાહેર કર્યું હતું.

જેમાં જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ, ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સહિત 15 આગેવાનોના રાજીનામાં આપ્યા કારણ કે આ રાજીનામું આપનાર 15 અગવવાનોએ ડીસા બેઠક પર ટીકીટ માંગી હતી. પરંતુ કોંગ્રેસ પાર્ટી દ્વારા ડીસા વિધાનસભા બેઠક પર પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈના પુત્ર સંજયભાઈ દેસાઈની ટિકિટ જાહેર કરાતા સિનિયર આગેવાનોમાં રોષ ભભુકી ઉઠ્યો હતો.
ડીસા તાલુકાના સિનિયર આગેવાનોએ જણાવ્યું હતું એ ડીસા બેઠક વર્ષોથી પારિવારિક બનાવી દીધી હોવાનો આક્ષેપ કર્યા હતા ત્યારે હવે ડીસા વિધાનસભાની સીટ પરથી જાહેર થયેલા ઉમેદવાર સંજયભાઈ દેસાઈનું નામ તથા આગામી સમયમાં આવનારી ચૂંટણી પર ભારે અસર જોવા મળી રહ્યો છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!