થરા નેશનલ હાઈવે પર ઓઇલ ભરેલું ટેન્કર સ્લીપ ખાતા આગ, અન્ય બે કાર પણ આગની લપેટમાં

- Advertisement -
Share

કાંકરેજના થરા પોલીસ સ્ટેશન પાસે રાધનપુરતી પાલનપુર આવતું કેમિકલ ભરેલું ટેન્કર અચાનક પલટી મારી ગયું હતું. જેને પગલે ટેન્કરમાં ભીષણ આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે તેની ચપેટમા બે કાર અને રોડ પર આવેલી દુકાન આવી ગયા હતા. ભારે જહેમત બાદ ફાયર ફાયટરની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો.

થરની બહુચર હોસ્પિટલ સામે થરા પોલીસ સ્ટેશન પાસે કેમિકલ ભરેલું ટેન્કર આગ ફાટી નીકળી હતી. આગને કાબૂમાં લેવા માટે થરા ફાયર ફાયટરની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ભારે જહેમત બાદ આગ પર કાબૂ આવ્યો હતો. આ ઘટનામાં ટેન્કરનો ક્લિનર અને ડ્રાઈવરનો કોઈ પત્તો નથી. અકસ્માતમાં તેઓ બળીને ખાખ થયા કે બચી ગયા તેની લોકો ચર્ચા કરી રહ્યા છે. આગને પગલે નેશનલ હાઈવે પર લોકોના ટોળેટોળા એકત્રિત થઈ ગયા હતા.


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!