ગૌતસ્કરોનો પીછો કરી રહેલા ગૌસેવક પર ટેમ્પો ચડાવી દેતા ગૌરક્ષક હાર્દિક કંસારાનું કરૂણ મોત

- Advertisement -
Share

વલસાડ નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર ગઈ મોડીરાત્રે ગૌ તસ્કારોનો પીછો કરતી પોલીસ અને ગૌરક્ષકોની ટીમ પર ટેમ્પો ચડાવી જીવલેણ હુમલો કરવાનો પ્રયાસ એક ગૌરક્ષકનું મોત નિપજ્યા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. મૃતક ગૌરક્ષક હાર્દિક કંસારા વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારાના ભત્રીજા થાય છે. અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર મોડી રાત્રે ગૌતસ્કરો, પોલીસ અને ગૌરક્ષકોની ટીમ વચ્ચે ફિલ્મી ઢબે જોરદાર રેસિંગના દ્રશ્યો સર્જાયા હતા. બેફામ બનેલા ગૌતસ્કરોનો ટેમ્પો રોકવા ઉભેલા ગૌરક્ષક પર ગાડી ચલાવી તેમનું મોત નીપજાવી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે વલસાડના ડુંગરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

 

 

 

ઘટનામાં પોલીસ અને ગૌરક્ષકોએ 10 ગાયો અને એક બળદને ટેમ્પોમાંથી મુક્ત કરાવ્યા હતા. જોકે જિલ્લા ભાજપ પ્રમુખના ભત્રીજા અને ગૌરક્ષકનું ગાયો બચાવવાના પ્રયાસમાં મોત થતાં સમગ્ર પંથકના ગૌરક્ષકો અને લોકોમાં રોષ વ્યાપી રહ્યો છે અને બેફામ બની રહેલા ગૌતસ્કરોને સબક શીખવવા માટે પોલીસને રજૂઆત કરી છે. ઘટનાની ગંભીરતાથી લઇ આજે વહેલી સવારથી જ વલસાડ જિલ્લા પોલીસ વડા સહિત જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓની ટીમ ઘટના સ્થળે પહોંચી અને યુદ્ધના ધોરણે ફરાર થઈ ગયેલા ગૌતસ્કરોને ઝડપવા તમામ દિશામાં તપાસ તેજ કરી છે. જેમાં ધરમપુરથી ગાયો ભરાવનાર એક આરોપીની પણ અટકાયત કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

 

વલસાડના ધરમપુર તાલુકાના બારસોલગામથી કેટલા ગૌતસ્કરો એક ટેમ્પોમાં ગાયો અને બળદો ભરીને કતલખાને લઇ જઈ રહ્યા હોવાની બાતમી વલસાડ જિલ્લાના ગૌરક્ષકો અને જીવદયા પ્રેમીઓના એક સંગઠનને મળી હતી. આથી વાપીના કેટલાક ગૌરક્ષકો અને જીવદયાપ્રેમીઓ ધરમપુર પહોંચ્યા હતા અને ધરમપુરના ગૌરક્ષક એવા હાર્દિક કંસારા અને તેમના અન્ય સાથીઓ સાથે ગૌતસ્કરોનાા ટેમ્પાનો પીછો કરી રહ્યા હતા. એ વખતે ટેમ્પોમાં ગૌવંશ ભરી અને ફરાર થઇ રહેલા આરોપીએ ટેમ્પોને અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર ભગાવી મૂક્યો હતો. જોકે ત્યારબાદ વલસાડના ધરમપુર ચોકડી પર મોડી રાત્રે પેટ્રોલિંગમાં રહેલી પોલીસ ટીમને પણ ઘટનાની જાણ થતાં જ ગૌરક્ષકો અને પોલીસની ટીમે ટેમ્પોનો પીછો કર્યો હતો. જોકે ટેમ્પો અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર સુરત તરફ ભગાવ્યો હતો અને ત્યારબાદ વલસાડના સોનવાડા નજીકથી યૂ ટર્ન મારી ટેમ્પો પરત વલસાડ તરફ આવી રહ્યો હતો. અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર મોડી રાત્રે ગૌતસ્કરો અને પોલીસની સાથે ગૌરક્ષકોની ટીમ વચ્ચે પકડદાવના ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા.

 

 

 

ગૌરક્ષકો અને પોલીસની ટીમે વલસાડના શંકર તળાવ નજીક આવેલ બામખાડીના પુલ પર ઓવર ટેક કરી અને ટેમ્પોને રોકવા ગૌરક્ષકોએ હાઇવે પરથી પસાર થતાં ત્રણ ટ્રકોને થોભાવી આડસ મૂકીને ફરાર થઇ રહેલા ટેમ્પોને રોકવા પ્રયાસ કર્યા હતા. જોકે બેફામ બનેલા ગૌતસ્કરે ટેમ્પોને રોકવા રોડ પર ઉભેલા ગૌરક્ષક હાર્દિક કંસારા પર ચડાવી તેનું મોત નીપજાવ્યું હતુ. મોકો મળતા જ ગૌતસ્કર ટેમ્પો મૂકી અને ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. આ ઘટનામાં ગૌરક્ષા કરવા નીકળેલા ગૌરક્ષકનું મોત નીપજયું હોવાની જાણ થતા જ વલસાડ જિલ્લા પોલીસ દોડતી થઈ ગઈ હતી. મહત્વપૂર્ણ છે કે મૃતક ગૌરક્ષક હાર્દિક કંસારા વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારાના ભત્રીજા થાય છે.આથી સમગ્ર મામલો વધુ ગરમાયો હતો અને વહેલી સવારથી જ વલસાડ જિલ્લા પોલીસવડા રાજદીપસિંહ ઝાલા, એલસીબી અને એસઓજીની ટીમ વરસતા વરસાદમાં અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર બનેલા આ બનાવના ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને ફરાર થઈ ગયેલા ગૌતસ્કરોને ઝડપવા તપાસ તેજ કરી હતી.

 

 

 

જેમાં પોલીસે ગણતરીના સમયમાં જ ધરમપુરથી ગૌવંશને ટેમ્પોમાં ભરી આપનાર એક આરોપીની અટકાયત કરી તેની સરભરા કરી હતી. ફરાર થઇ ગયેલા ગૌતસ્કરનું પગેરું મેળવવા તમામ દિશામાં તપાસ તેજ કરી છે. બનાવમાં પોલીસની ટીમ અને ગૌરક્ષકોએ ટેમ્પોમાં ભરેલા 10 ગાયો અને એક બળદને મુક્ત કરાવ્યા હતા. આમ પોતાના જીવના જોખમે અડધી રાત્રે ગૌતસ્કરનો પીછો કરતા એક ગૌરક્ષકનું મોત થતાં સમગ્ર પંથકના ગૌરક્ષકોમાં રોષ વ્યાપી ગયો છે અને બેફામ બનેલા ગૌતસ્કરોને સબક શીખવવા માંગ કરી છે. આ ઘટનામાં પશુઓ પ્રત્યે કુરતા પ્રતિબંધિત અધિનિયમ અને પશુ સંરક્ષણ અધિનિયમ જેવા કડક કાયદાઓ હેઠળ ગુનો નોંધી અને આરોપીઓને ઝડપવા તમામ દિશામાં તપાસ તેજ કરી છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!