વિકાસશીલ ગુજરાતમાં રસ્તો બનાવવા પ્રધાનમંત્રી સુધી રજૂઆત છતાં પરીણામ શૂન્ય

Share

વિકાસના બણગા ફુકતી ગુજરાત સરકાર હજુ સુધી અનેક ગામોમાં રોડ રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં પણ સદંતર નિષ્ફળ નિવડી રહી છે. ત્યારે પાટણના સરસ્વતિ તાલુકાના ભાટસણથી શિવપુરા સુધીના માત્ર 1.5 કિ.મી. સુધીના પાકા રસ્તા માટે પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી ના હલતા લોકો ભારે મુશ્કેલી વેઠી રહ્યાં છે.

[google_ad]

સરસ્વતી તાલુકાના ભાટસણ ગ્રામ પંચાયત હસ્તકનો શિવપુરા વિસ્તારમાં 300થી વધુ પરીવાર વસવાટ કરે છે. ભાટસણ ગામ વિકસિત છે. જેથી શાળા, દુધ ડેરી, હોસ્પિટલ સહિતની સુવિધાઓ ગામમાં આવેલી છે. જેથી શિવપુરા વિસ્તારના રહીશોને સવાર સાંજ ગામમાં આવવું પડે છે.

[google_ad]

આ ઉપરાંત નાના બાળકોને પણ અભ્યાસ માટે ગામની પ્રાથમિક શાળામાં જવું પડે છે. પરંતુ ભાટસણ ગામથી શિવપુરા સુધીનો રસ્તો કાચો (નેળીયુ) અને ઊંડો છે. જેથી ચોમાસાની સિઝનમાં ઘૂંટણ સુધી પાણી ભરાઇ જતાં ગ્રામજનોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. રસ્તા પર પાણી ભરાઇ જતાં મોટર સાયકલ કે રીક્ષા જેવા વાહનો પસાર થઇ શકતા નથી. આ ઉપરાંત રસ્તાના અભાવે નાના બાળકો શાળાએ ન જઇ શકતા શિક્ષણ ઉપર પણ અસર પડી રહી છે.

[google_ad]

Advt

આ અંગે શિવપુરાના રહીશ રેવાભાઇ તેજાભાઇ રબારીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ, તત્કાલીન પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી તેમજ પાટણ કલેકટર અને જીલ્લા પંચાયતમાં પણ રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી કોઇ ઉકેલ ન આવતાં સ્થાનિક રહીશોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

[google_ad]

 

આ અંગે સ્થાનિક રહીશ રેવાભાઇ રબારી એ જણાવ્યું હતું કે, શિવપુરા સુધીનો રસ્તો બનાવવા માટે છેલ્લાં 10 વર્ષથી રજૂઆત કરવામાં આવે છે. આ ઉપરાંત વડાપ્રધાન, મુખ્યમંત્રી સહિતને રજૂઆત કરવામાં આવી હોવા છતાં વિકાસશીલ ગુજરાતની વાતો કરતી સરકાર અમને રસ્તા જેવી પ્રાથમિક સુવિધા પુરી પાડવામાં પણ નિષ્ફળ નિવડી છે.

[google_ad]

 

 

દર વર્ષે ચોમાસાની સિઝનમાં વરસાદી પાણી ભરાઇ જતાં ચાર મહિના સુધી રાહદારીઓ અને નાના વાહન ચાલકો નિકળી શકતાં નથી. ઇમરજન્સી સમયે 108 વાન જેવું વાહન પણ કાદવના કારણે ફસાઈ જતાં હાલાકી ભોગવવી પડે છે.

From –Banaskantha Update


Share