શિવજીની વિશ્વમાં સૌથી ઉંચી મૂર્તિ : 10 વર્ષ લાગ્યા બનાવતા, ઊંચાઈ 369 ફૂટ | અંદર 4 લિફ્ટ

- Advertisement -
Share

આ વિશ્વની સૌથી ઊંચી શિવજીની પ્રતિમા વિશ્વ સ્વરૂપમ… ઊંચાઈ 369 ફૂટ. જ્યારે તમે ઉદયપુર-રાજસમંદ હાઈવે પરથી પસાર થશો, ત્યારે તમે ભગવાન શિવને પ્રસન્ન મુદ્રામાં જોશો.

આજે લોકાર્પણ સમારોહની શરૂઆત થઈ રહી છે. એની શરૂઆત મોરારિબાપુની રામકથાથી થશે. CM અશોક ગેહલોત પણ આ દિવસોમાં ત્યાં હાજર રહેશે. 9 દિવસ સુધી ચાલનારા આ સમારોહમાં 7થી 8 રાજ્યના સીએમ સહિત અનેક મંત્રીઓ અને સેલિબ્રિટી ભાગ લેશે.

અત્યારસુધી તમે પ્રતિમાની બહારનું રૂપ જોયું જ હશે, બહારથી દેખાતી આ પ્રતિમાની સુંદરતા એ છે કે એની અંદર બનેલા હોલમાં 10 હજાર લોકો એકસાથે આવી શકે છે, એટલે કે આ પ્રતિમામાં ગામ કે નગર વસવાટ કરી શકે છે.

વિશ્વ સ્વરૂપમ પ્રતિમાને બનાવવામાં 10 વર્ષ લાગ્યાં હતાં. 50 હજારથી વધુ લોકોએ આ પ્રતિમા બનાવી હતી. જે જગ્યામાં એ બાંધવામાં આવી છે એનું નામ પદમ ઉપવન છે. જ્યારે પણ તમે અહીં જશો ત્યારે તમે 7થી 8 કલાક આરામથી પસાર કરી શકશો.

આ પ્રતિમા એટલી વિશાળ છે કે તેને સંપૂર્ણ રીતે જોવામાં ઓછામાં ઓછા 4 કલાકનો સમય લાગશે. આ પ્રતિમા રાજસમંદમાં નાથદ્વારાના ગણેશ ટેકરી વિસ્તારમાં બનાવવામાં આવી છે. જ્યારે તમે નાથદ્વારાથી ગણેશ ટેકરી જશો ત્યારે એ 2 કિલોમીટર પહેલાં જ તમને પ્રતિમા જોઈ શકશો. આ પ્રતિમા ગુડગાંવના નરેશ કુમાવતે તૈયાર કરી છે.

પ્રતિમાની અંદર અલગ-અલગ ઊંચાઈ પર જવા માટે 4 લિફ્ટ છે. અહીં ફરવા આવતા લોકોને 20 ફૂટની ઊંચાઈથી 351 ફૂટ સુધીની મુસાફરી કરાવવામાં આવશે.

 

270થી 280 ફૂટની ઊંચાઈ પર જવા માટે એક નાનો પુલ બનાવવામાં આવ્યો છે. એની સૌથી મોટી વિશેષતા એ છે કે આ પુલ પથ્થર અથવા RCCનો બનેલો નથી, પણ કાચનો છે.

ભગવાન શિવનો જમણો ખભો 280 ફૂટની ઊંચાઈ પર છે. અહીંથી તમે પદમ ઉપવનનો અદભુત નજારો મેળવી શકો છો. અહીંથી ભગવાન શિવના નાગના દર્શન તમે સરળતાથી જોઈ શકશો.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!