ડીસામાં ટ્રક પાછળ દૂધનું ટેન્કર ઘૂસી જતાં ટેન્કર ચાલકનું મોત

- Advertisement -
Share

2 કલાકની ભારે જહેમત બાદ મૃતદેહ બહાર કાઢયો

 

ડીસામાં આખોલ ચાર રસ્તા નજીક ગુરુવારે ધાનેરા હાઇવે પર ટ્રકની પાછળ દૂધનું ટેન્કર ઘૂસી જતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતમાં ટેન્કર ચાલકનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું કરૂણ મોત નિપજ્યું હતું. આ ઘટનાને પગલે ડીસા તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠામાં સતત વરસી રહેલા વરસાદના કારણે માર્ગ અકસ્માતોની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે.

તે દરમિયાન ગુરુવારે વહેલી સવારે ડીસામાં આખોલ ચાર રસ્તા નજીક ધાનેરા તરફ એક ટ્રકની પાછળ બનાસ ડેરીનું દૂધનું ટેન્કર ઘૂસી જતાં ટેન્કર ચાલકનું ડ્રાઇવર સીટ પર જ કરુણ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.

આ અંગેની જાણ ડીસા તાલુકા પોલીસને કરતાં પોલીસે દોડી જઇ ટેન્કરના કાટમાળમાં ફસાયેલી ચાલકની લાશને 2 કલાકની ભારે જહેમત બાદ મહામહેનતે બહાર કાઢી હતી અને પી.એમ. અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી.

 

પોલીસે લાશની ઓળખ કરતાં મૃતક ઉત્તરપ્રદેશના ફીરોઝાબાદ જીલ્લાના કરણપુર ગામનો બલવીરસિંહ મહેશચંદ્ર યાદવ હોવાનું જાણવા મળ્યું હતું.
આ અંગે ડીસા તાલુકા પોલીસે ગુનો નોંધી મૃતક ડ્રાઇવરના વાલી વારસોને જાણ કરવાની તજવીજ હાથ ધરી હતી.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!