ડીસાના ડોકટરે મહિલાની હોઝરીમાંથી સવા 2 ફૂટ લાંબો વાળનો ગુચ્છો બહાર નીકાળી જીવ બચાયો

- Advertisement -
Share

રાજસ્થાનની એક 30 વર્ષની મહિલા માનસિક રોગી હતી અને તે વાળ પણ ગળી જતી હતી જેના લીધે આ મહિલાની ટ્રાયકોબેઝોર (હોજરીમાં વાળ ગળવાથી મોટો ગૂચ્છો થઈ ગયો હતો જેના તાત્કાલિક સારવાર માટે ડીસાની આનંદ હોસ્પિટલમાં લવાઈ હતી અને ડો.આનંદ પટેલે આ જટિલ સર્જરી કરી મહિલાનો જીવ બચાવ્યો.

[google_ad]

[google_ad]

રાજસ્થાનની એક 30 વર્ષની મહિલા ભાગ્યે જ જોવા મળતી બિમારીથી પીડાઈ રહી છે આ બિમારીમાં દર્દી પોતાના માથાના વાળ તોડી (ટ્રાયકોટીલોમેનીયા) અને વાળ ગળી જવાની ટ્રાયકોફેઝીયા) માનસિક વૃતિ ધરાવે છે. જેના કારણે લાંબાગાળે હોજરીમાં વાળનો ગુચ્છો થવાથી અવરોઘ ઉભો થાય છે આ મહિલા પણ છેલ્લા 20 વર્ષથી વાળ ગળી જતી હતી જેથી તેની હોઝરીમાં વાળનો મોટો ગુચ્છો થઈ ગયો હતો.

[google_ad]

[google_ad]

જેથી તેમની હોજરી કાણું પડી જતા તાત્કાલિક સારવાર માટે આ મહિલાને ડીસાના આનંદ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી અને ત્યાં ડો.આનંદ પટેલે (ગેસ્ટ્રો સ્પેશિયાલીસ્ટ) દ્વારા તાત્કાલીક ઓપરેશન કરવામાં આવેલ. ઓપરેશન કરીને મહિલાની હોઝરીમાંથી આશરે બે ફૂટ લાંબો વાળનો ગુચ્છો બહાર કાઢી મહિલાનો જીવ વચાવ્યો હતો અને ભવિષ્યમાં આવું ન થાય તે માટે દર્દીને માનસિક સારવાર ચાલુ કરેલ.

[google_ad]

[google_ad]

આ અંગે ડો.આનંદ પટેલે જણાવ્યું હતું કે, રાજસ્થાનની એક 30 વર્ષીય મહિલા છેલ્લા 20 વર્ષથી પોતાના માથાના વાળ તોડીને ગળી જતી હતી જેના લીધે તેની હોજરીમાં વાળનો મોટો જથ્થો એકત્ર થઇ ગયો હતો અને તેની હાલત નાજૂક થતાં તેને અમારી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવી હતી અને મેં આ દર્દીની જટિલ સર્જરી કરીને મહિલાની હોઝરીમાંથી 2 ફૂટ લાંબો વાળનો ગુચ્છો બહાર કાઢી તેનો જીવ બચાવ્યો છે અને હાલમાં મહિલા માનસિક રોગોથી પીડાતી હોવાથી તેની સારવાર શરૂ કરવામાં આવી છે.

[google_ad]

[google_ad]

From – Banaskantha update 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!