ડીસાના ગોપાલ રબારી સમાજ સેવા સંગઠન દ્વારા કોરોનાના દર્દીઓને લઇ નાયબ કલેકટરને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી

- Advertisement -
Share

ડીસા ગોપાલ રબારી સેવા સંગથન દ્વારા કોરોનાના દર્દીઓને સારવાર માટે યોગ્ય વ્યવસ્થા ઉભી કરવા નાયબ કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી.

છેલ્લા કેટલાક સમયથી સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસનાં કેસોમાં વધારો થયો છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં અને ડીસા શહેરમાં કોરોના સંક્રમણ બેકાબુ બન્યું છે ત્યારે જિલ્લા આરોગ્ય વિભાગની કામગીરી નિષ્ફળ સાબિત થઈ રહી છે ડીસા પંથકમાં નોંધાતા કોરોના પોઝિટિવ દર્દીઓને સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં યોગ્ય સારવાર મળતી ના હોઈ અનેક લોકોના માતા – પિતા, ભાઈ – બહેનો ગુમાવી રહ્યા છે.

 

 

સરકારી અને ખાનગી હોસ્પિટલમાં વેન્ટિલેટર ઓક્સિજન અને રેમડેસીવર ઈજકેશનનો અભાવ જોવા મળી રહ્યું છે અનેક દર્દીઓ છે જેમને અત્યારે સારવારનો અભાવ જોવા મળી રહ્યો છે સમયસર સારવાર ના મળતા અનેક દર્દીઓ મોતને ભેટી રહ્યાં છે.

 

 

 

 

આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારીના લીધે કોરોના પોઝિટિવ દર્દી અને સગાંસંબંધીઓના હાલ બેહાલ બન્યા છે ડીસા હેલ્થ અઘિકારી ડો જીગ્નેનેશભાઈ હરીયાણી તથા આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી દાખવી રહ્યા છે.

 

 

 

 

ત્યારે આજે ગોપાલ રબારી સમાજ સેવા સંગથનના પ્રમુખ સાગરભાઈ દેસાઈના આગેવાનીમાં ડીસા નાયબ કલેકટરને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે અને ચિમકી ઉચ્ચારી છે કે બે દિવસમાં સરકારી અને ખાનગી હોસ્પિટલમાં આરોગ્યલક્ષી સેવાઓ ઉપલબ્ધ કરવામાં નહીં આવે તો હવે પછી કોઈ કોરોના દર્દીનું મુત્યુ થશે તો તેની ડેડ બોડી આરોગ્ય વિભાગની કચેરીમાં મુકી દેવામાં આવશે ગોપાલ રબારી સમાજ સંગથન દ્વારા આવેદનપત્રમાં આરોગ્ય લક્ષી સેવાઓ ઉભી કરવાની માંગ કરવામાં આવી હતી.

 

 

 

જેમાં ડીસા સિવિલ હોસ્પિટલમાં દદીઓ માટે બેડ ઓક્સિજન રેમડેસીવર ઈજકેશન અને વેન્ટિલેટરની તાત્કાલિક વ્યવસ્થા ઉભી કરવા માંગ કરવામાં આવી હતી સાથે-સાથે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા ત્રણ દિવસથી રેમડેસીવર ઈજકેશન ગરીબ મધ્યમ વર્ગના લોકોને મળતા નથી અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા છે.

 

 

 

 

સરકાર દ્વારા મંજુરી કરવામાં આવેલા કોવિડ હોસ્પિટલોમાં પુરતા પ્રમાણમાં ઓક્સિજન અને રેમડેસીવર ઈજકેશન વેન્ટિલેટર ઉપલબ્ધ કરવામાં આવેલ નથી તેમજ આરોગ્ય વિભાગ દ્વારા ખાનગી હોસ્પિટલોમાં તબીબોને ડરાવી ધમકાવામાં આવી રહ્યા છે ત્યારે આવી કપરી પરિસ્થિતિમાં જિલ્લા આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી દાખવનાર અઘિકારીઓ સામે કડક કાર્યવાહી કરી અને ડીસા શહેરમાં કોરોના પોઝિટિવ દર્દીઓ માટે યોગ્ય વ્યવસ્થા ઉભી કરવામાં આવી તેવી ગોપાલ રબારી સમાજ સંગથન દ્વારા નાયબ કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત સાથે ઉગ્ર માંગ કરવામાં આવી હતી.

 

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!